લાપરવાહી વરતનાર સિંગર કનિકા સામે પોલીસ ફરિયાદ, તેમાં પણ ગરબડો

બોલીવૂડ સિંગર કનિકા કપૂરે કોરોના પોઝિટિવ હોવા છતા લાપરવાહી વરતીને પાર્ટી એટન્ડ કરી હતી. જેના કારણે હજારો લોકો જોખમમાં મુકાઈ ગયા છે.કનિકા સામે લાપરવાહી રાખવા બદલ શુક્રવારે મોડી રાતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.જોકે ઉતાવળે નોંધવામાં આવેલી ફરિયાદમાં ઘણી ખામીઓ રહી ગઈ છે.જે હવે ઉજાગર થઈ છે.

જેમ કે ફરિયાદમાં દાવો કરાયો છે કે, કનિકા એરપોર્ટ પર કોરોના પોઝિટિવ હોવાનુ  જાણવા મળ્યુ હતુ.બીજી

તરફ એરપોર્ટ સૂત્રોનુ કહેવુ છે કે, એરપોર્ટ માત્ર થર્મલ સ્ક્રીનિંગ થાય છે.કોરોનાની તપાસ કરવાનુ સુવિધા નથી.કનિકાએ પોતે કહ્યુ હતુ કે, લખનૌની પાર્ટી બાદ મારુ ચેક અપ કરાયુ હતુ. એક સવાલ એ પણ છે કે, તાજ હોટલમાં પણ થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કેમ નહોતી જ્યાં આ પાર્ટી થઈ હતી.
બીજી તરફ એફઆઈઆરમાં કહેવાયુ છે કે, કનિકા કપૂર 14 માર્ચે લખનૌ આવી હતી.જ્યારે સુત્રોના કહેવા પ્રમાણે તે 11 થી 16 માર્ચ વચ્ચે લખનોમાં યોજાયેલી 3 પાર્ટીઓમાં સામેલ થઈ હતી.એ પછી તે કાનપુરમાં ફેમિલી ફંકશનમાં પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.