સૌરાષ્ટ્રનાં વિવિધ યાર્ડમાં લસણની આવક થઇ રહી છે. તેમજ આવક વધી રહી છે. લસણનાં ભાવમાં એક સમયે તેજી આવી હતી. પરંતુ હાલ ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ગોંડલ યાર્ડ લસણનું હબ છે. અહીં 2281 રૂપિયા ભાવ બોલાયા હતાં.
ભાવનગર: સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં લસણનો વાવેતર કરવામાં આવે છે. રવિ પાકમાં લસણનો વાવેતર કરી અને સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. આ લસણનો ભાવ ઘટાડો થયો છે. લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યો છે.
લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. ભાવનગર, જૂનાગઢ જામનગર રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની 140 કટ્ટાથી વધુની આવક નોંધાય છે અને 20 કિલોનો ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1200 રૂપિયાથી 1,500 રૂપિયા નોંધાયો છે
અને મીડીયમ માલનો ભાવ 1500 રૂપિયાથી 2000 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યો છે અને માર્કેટિંગ યાર્ડની અંદર આવક પણ વધી રહી છે.
એવરેજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 2200 રૂપિયા સુધી લસણનો ભાવ બોલાઈ રહ્યો છે.
લસણનું માર્કેટિંગ યાર્ડનો હબ ગોંડલ માર્કેટિંગ યાર્ડને ગણવામાં આવે છે
અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ લસણની ખૂબ જ આવક થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.