મહાન ફાસ્ટ બોલર લસિથ મલિંગાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આવતા અઠવાડિયાથી શરૂ થઇ રહેલી ઘરેલુ શ્રેણી માટે શ્રીલંકાનો બોલિંગ રણનીતિ કોચ બનાવવામાં આવ્યો છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ ટી-20 બોલરોમાં સામેલ મલિંગાએ ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ આ જવાબદારી સંભાળી હતી. શ્રીલંકા ક્રિકેટે કહ્યુ, પ્રવાસ પર મલિંગા શ્રીલંકાના બોલરોની સહાયતા કરશે અને મેદાન પર રણનીતિ બનાવવામાં તેમની મદદ કરશે.અને શ્રીલંકા શ્રેણી 4-1થી હારી ગઇ હતી પરંતુ બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને પુરી શ્રેણીમાં ખુલીને રમવા દીધા નહોતા.
ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સ્કોર છ વિકેટે 164 રન હતો.અને મલિંગાએ 2021માં ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તાજેતરમાં જ મલિંગા IPLમાં રાજસ્થાન રોયલ્સનો ફાસ્ટ બોલિંગ કોચ હતો અને તેની ટીમ ફાઇનલ સુધી પહોચી હતી. શ્રીલંકન ટીમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે ઘર આંગણે ત્રણ ટી-20 અને પાંચ વન ડે મેચ રમશે તેમજ લસિથ મલિંગાની ક્રિકેટ કરિયરની વાત કરીએ તો 30 ટેસ્ટ મેચમાં તેને 101 વિકેટ ઝડપી છે જ્યારે 226 વન ડે મેચમાં 338 વિકેટ ઝડપી છે.અને 84 ટી-20 મેચમાં મલિંગાએ 107 વિકેટ ઝડપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.