Latest Gold Rate: આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. હાલ જો તમારે લગ્નની ખરીદી કરવાની હોય તો તમને સસ્તામાં સોનું મળી શકે છે. સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા છે.
Latest Gold Rate: આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂ થશે. ત્યારે આ સીઝનમાં સોના અને ચાંદીની ખરીદી પણ વધતી હોય છે ત્યારે આવામાં ફેસ્ટીવ કે વેડિંગ સીઝન હોય તેમાં ભાવ પણ વધુ જોવા મળતા હોય છે. પરંતુ હાલ જો તમારે લગ્નની ખરીદી કરવાની હોય તો તમને સસ્તામાં સોનું મળી શકે છે. સોના અને ચાંદી બંનેના ભાવ રેકોર્ડ હાઈ કરતા ઘણા નીચે ગગડ્યા છે. ડોલરમાં મજબૂતીના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સતત તૂટી રહ્યું છે. જેની અસર વાયદા બજારમાં જોવા મળી રહી છે. શરાફા બજારમાં પણ રિટેલ ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. લેટેસ્ટ રેટ ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,519 રૂપિયા ગગડીને 75,321 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. જે કાલે 76,840 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં આજે 2,554 રૂપિયાનો કડાકો થતા ભાવ 88,305 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 90,859 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
આજે વાયદા બજારમાં ગોલ્ડ ફ્યૂચર 18 રૂપિયાના ઘટાડા સાથે 75,333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું જે કાલે 75,351 ના ભાવ પર ક્લોઝ થયું હતું. ચાંદી 68 રૂપિયાના કડાકા સાથે 89,114 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી જે કાલે 89,182 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
એલકેપી સિક્યુરિટીઝના ઉપાધ્યક્ષ શોધ વિશ્લેષક (જિન્સ અને મુદ્રા) જતીન ત્રિવેદીએ કહ્યું કે, સોનાના ભાવ ઘટી રહ્યા છે. કોમેક્સમાં ઘટાડો છે. હાલનો ભાવ શુક્રવારના 2,685 ડોલરના બંધ ભાવથી નીચે છે કારણ કે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈથી સોના પર દબાણ પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ અમેરિકી બોન્ડના ભાવમાં વધારાથી શરાફા બજારમાં સુધારાત્મક ટ્રેન્ડને પ્રોત્સાહન મળી રહ્યું છે.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.