લૉ ઑફ અટ્રેક્શન એટલે કે આકર્ષણનો સિદ્ધાંત હંમેશાથી એક ચર્ચાનો વિષય રહ્યો છે. જેના અનુસાર, જેવા આપણા વિચાર હોય છે અથવા જેવું આપણે વિચારીએ છીએ, તેવું જ આપણી સાથે થાય છે. તમને ફિલ્મ ઓમ શાંતિ ઓમનો એક ડાયલૉગ તો યાદ જ હશે. જે ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. ‘અગર કિસી ચીજ કો સચ્ચે દિલ સે ચાહો તો સારી કાયનાત ઉસે આપસે મિલાનેમેં લગ જાતી હૈ.’ બસ આ સિદ્ધાંત ‘લૉ ઓફ અટ્રેક્શન’ કહેવાય છે. તેના અનુસાર જે તમારો વિશ્વાસ, તમારા વિચાર હોય છે, તે જ વાસ્તવિકતાનું સ્વરૂપ લઇ લે છે. એટલા માટે જીવનમાં સકારાત્મક રહેવાનો પ્રયાસ જ સારા બદલાવ તરફ લઇ જઇ શકે છે.
પૉઝિટિવ વિચારથી ખુશીઓ આવે છે
આકર્ષણના નિયમ અનુસાર કહેવાય છે કે આપણે જે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, આપણે જે હાંસલ કરીએ છીએ, તે જ આપણને આકર્ષિત કરે છે. જેમ કે જો આપણે સારવાર અને આપણે જલ્દી ઠીક થઇ જઇશું તે વાત પર વિશ્વાસ રાખીએ છીએ તો માનસિક રીતે આ વિચાર પર તેની ઊંડી અસર પડે છે. આ જ કારણ છે કે જ્યારે તમે નિરાશામાં જતાં રહો છો ત્યારે તેનું કારણ એ જ હોય છે કે તમે એ વાતને માનો છો કે ‘હું કંઇ પણ કરવા માટે ખૂબ જ ઉદાસ છું,’ અથવા તો ‘હું ક્યારેય સારું કરી શકીશ નહીં’ અથવા ‘હું ક્યારેય બદલાઇશ નહીં’ આ પ્રકારનો વિચાર તમને ઉદાસ રાખે છે. આ નકારાત્મક વિચારથી તમારી વૃદ્ધિ અટકી જાય છે. આ વિચારથી તમારી ક્ષમતાને અસર થાય છે.
જીવન જીવવાની રીત બદલવાથી સમસ્યાઓ દૂર થશે
સારાં વિચાર રાખવાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે, તમે પૉઝિટિવ વિચારો છો. આ જ કારણ છે કે નકારાત્મક થવાની જગ્યાએ તમે સકારાત્મક થતા જાઓ છો. જ્યારે આપણે કોઇ વસ્તુને સાચા મનથી સ્વીકારવાની ઇચ્છા રાખીએ છીએ ત્યારે કોઇ શક્તિ છે જે તેને હાંસલ કરવામાં આપણી મદદ કરે છે. આપણે પૉઝિટિવ થતા જઇએ છીએ અને જીવનની સમસ્યાઓ દૂર થવા લાગે છે. નિરાશામાં રહેવાના કારણે રસ્તા બંધ જોવા મળે છે, તેઓ સકારાત્મક વિચારવા પર તમે જાતે જ ખીલવા લાગો છો અને ખુશ રહેવા લાગો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.