લક્ષણો દેખાવાનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ થઈ શકો છો કોરોનાથી સંક્રમિતઃ રિસર્ચ

કોરોના વાઇરસને લઇને વૈજ્ઞાનિક અને સંશોધકો સતત સંશોધન કરતા રહે છે. તેના લક્ષણોથી લઇને સારવારમાં થઇ રહેલા સંશોધનમાં દરરોજ નવી નવી માહિતી સામે આવતી રહે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોના લક્ષણ દેખાવાનનું બંધ થયાના અઠવાડિયા બાદ પણ દર્દી કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. ચીનના પીએલએ જનરલ હોસ્પિટલ અને યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની સંયુક્ત રિસર્ચમાં આ વાત સામે આવી છે.

સંશોધકો અનુસાર રિસર્ચ દરમિયાન ચીનમાં કોરોના સંક્રમિત 16 દર્દીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તેમાંથી અડધા ઉપરના દર્દીઓમાં લક્ષણો દેખાવાનું બંધ થયાના આઠ દિવસ સુધી તેમના શરીરમાં કોરોનાના નિશાન હતા. આ અભ્યાસ ચીનના જે દર્દીના સેમ્પલ તરીકે રાખવામાં આવ્યાં હતા તેઓ 28 જાન્યુઆરીથી નવ ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં ભરતી હતા.

યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ઇન્સ્ટ્રક્ચર ડો.લોકેશ શર્મા અનુસારા કોરના સંક્રમિત 16માંથી આઠ દર્દીમાં લક્ષણો જોવાનું બંધ થયા બાદ પણ તેમના શરીરમાં વાઇરસના અંશો જોવા મળ્યાં હતા. એવામાં  વાઇરસનું સંક્રમણ વધારે ગંભીર નીવડી શકે છે. સામન્ય રીતે લક્ષણો જાવા મળ્યાના ત્રણથી ચાર દિવસ લાગે છે પરંતુ દર્દીમાં ઠેક આઠમાં દિવસે લક્ષણો જોવા મળ્યાં. અભ્યાસ દરમિયાન દર્દીના ગળાના સેમ્પલ લઇ નિયમિત રીતે તપાસ કરવામાં આવી હતી.

કન્ટ્રોલ એન્ડ ડિસીસ એન્ડ પ્રિવેન્સ કન્ટ્રોલ, અમેરિકા અનુસાર જે દર્દીને તાવ દવા વગર ઠીક થઇ ગયો, તેમના લક્ષણો જોવા મળ્યાના ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે આઇસોલેટ કરી દેવા જોઇએ. આ અભ્યાસમાં સંશોધકોએની સલાહ છે કે કોરોના દર્દી માટે આઇસોલેશન પીરિયડ 14 દિવસનો છે, જે વધારવાની જરુર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.