મહિલા કંડકટર સાથે મારામારી કરનાર આરોપીને LCBએ સુરતથી દબોચ્યો,આરોપીએ પેસેન્જર ખસેડવા બાબતે હુમલો કર્યો હતો

લાલપુર ગામ નજીક મહિલા કંડકટરે પર હુમલો કરી ગડદા-પાટુનો માર મારી ફરાર આરોપી યુવકને સુરતના રાંદેર વિસ્તારમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

News Detail

ભિલોડાના લાલપુર નજીક બસમાં ભીડ વધુ હોવાથી બસમાં મુસાફરી કરનાર યુવકને બસના મહિલા કંડકટરે આગળ જવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ જઈ મહિલા કંડકટર પર હુમલો કરી ગડદા-પાટુનો માર મારતા મુસાફરો મહિલા કંડકટરની મદદે આવતા આરોપી યુવક ફરાર થઇ જતા આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના લાલપુર ગામ નજીક મહિલા કંડકટરે પર હુમલો કરી ગડદા-પાટુનો માર મારી ફરાર આરોપી યુવકને સુરતના રાંદેર વિસ્તારમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે લાલપુર નજીક બસમાં મહિલા કંડકટર પર હુમલો કરનાર અજાણ્યા આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા હુમલાખોર યુવક ભિલોડા વાંકાનેર છાપરાનો રાજેશ સવજી હોથા હોવાની અને હાલ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમ સુરત રાંદેર વિસ્તારમાં ધામા નાખી રાજેશ હોથાને ઝડપી લીધો હતો હુમલાખોર આરોપીને શામળાજી પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મહિલા કંડકટર પર હુમલો કરનાર અજાણ્યા આરોપી યુવકને દબોચી લઇ ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.