ચીન સાથે LAC પર માં વધી રહેલી તંગદીલી દરમિયાન ભારત સરકારે ત્રણેય સૈન્ય માટે 500 કરોડ રૂપિયા સુધીનાં હથિયારો ખરીદવાની છૂટ આપી છે.
સમાચાર એજન્સી ANIનાં જણાવ્યા અનુસાર, એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ સૈન્યના વાઇસ ચીફને જરૂરી હથિયારોના ફાસ્ટ ટ્રેક પ્રોસિઝર હેઠળ હથિયાર-ઉપકરણોની ખરીદી માટે 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલ અતિક્રમણ અને જે રીતે વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુએ મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કર્યું છે. ત્યારબાદથી સરકાર સૈન્યની જરૂરિયાત અનુભવી રહી હતી.
પાકિસ્તાન વિરુદ્ધ ઉરી હુમલો અને બાલાકોટ હવાઈ હુમલો બાદ સુરક્ષા દળોને આ પ્રકારની નાણાકીય ખરીદીની છુટ આપવામાં આવી હતી.
સરકાર દ્વારા અપાયેલી આ છૂટનો સૌથી વધુ ફાયદો એરફોર્સને મળ્યો, જેણે બાલાકોટ પછી સ્પાઇસ -2000 એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ, સ્ટ્રમ અટાકા એર ટુ ગ્રાઉન્ડ મિસાઇલ સહિતના અનેક સંરક્ષણ ઉપકરણોની ખરીદી કરી.
ભારતીય સેનાએ ઇઝરાઇલી એન્ટી ટેન્ક ગાઇડ મિસાઇલોની સાથે યુએસ પાસેથી શસ્ત્રોની ખરીદી કરી હતી. ભારતીય સૈન્યને આવા ભંડોળ આપવાનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પડકારનો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.