લદાખના સરહદી વિવાદને ચીને કાશ્મીરના આર્ટિકલ-370 સાથે જોડતાં વિવાદ

– પાક. સ્થિત ચીની રાજદૂતના પ્રવક્તાએ ભારતની ગતિવિધિને ચીન-પાક. માટે ખતરો ગણાવ્યા પછી ટ્વિટ ડિલિટ કરી

 

પાકિસ્તાન સિૃથત ચીની રાજદૂતના પ્રવક્તાએ લદાખના સરહદી વિવાદને આર્ટિકલ-370 સાથે જોડતા વિવાદ સર્જાયો હતો. ચીની અિધકારીએ ભારતની ગતિવિિધને ચીન અને પાકિસ્તાન માટે ખતરો ગણાવ્યો હતો, પરંતુ વિવાદ સર્જાયા પછી તેણે ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.

ભારતના લશ્કરી વડા એમ.એમ નરવણેએ નિવેદનમાં કહ્યું હતું કે ચીન-ભારતની સરહદે સિૃથતિ સંપૂર્ણપણે કાબુમાં છે. નરવણેએ કહ્યું હતું : હું બધાને નિશ્વિંત રહેવાની સલાહ આપું છું. ચીન સાથે વિવાદ ઉકેલવાની દિશામાં પગલાં ભરાયા હોવાથી સિૃથતિ સંપૂર્ણપણે કાબુમાં છે. બંને દેશો વચ્ચે વાતચીતની શ્રેણી ચાલી રહી છે અને તેનું પરિણામ ખૂબ જ હકારાત્મક આવી રહ્યું છે. આગામી દિવસોમાં બંને દેશોના લશ્કરી અિધકારીઓના સંવાદથી વિવાદનું સમાધાન થઈ જશે.

આર્મી વડાના આ નિવેદન વચ્ચે પાકિસ્તાન સિૃથત ચીની રાજદૂતના પ્રવક્તાએ ભારત-ચીન વચ્ચે સર્જાયેલા સરહદી વિવાદને કાશ્મીરમાં ભારતે રદ્ કરેલી કલમ-370 સાથે જોડયો છે.

પાક. સિૃથત ચીની દૂતાવાસના અિધકારી વાંગ શિઆનફેંગે કહ્યું હતું કે ભારતની કાશ્મીરમાં કરેલી ગતિવિિધ ચીન અને પાકિસ્તાન માટે જોખમી છે. વાંગે તેની વાતને મજબૂત રીતે રજૂ કરવા માટે ચીનના ગુપ્તચર વિભાગના એક અિધકારીના લેખને શેર કર્યો હતો અને એના આધારે ભારત-ચીનની સરહદી તંગદિલીને કાશ્મીરમાંથી ભારતે રદે કરેલી કલમ-370 સાથે જોડી હતી.

ટ્વીટરમાં પોતાને ચીની રાજદૂતના પ્રવક્તા બતાવનારા વાંગે વિવાદ પછી ટ્વીટ ડિલિટ કરી નાખી હતી. તેણે આ ટ્વીટને પોતાનો અંગત મત ગણાવ્યો હતો, તેમ છતાં જે ગુપ્તચર અિધકારીઓના લેખને ટાંકીને આ વાત થઈ હતી – એ પરથી એવી અટકળ થઈ શકે તેમ હતી કે ચીને પાકિસ્તાનને સમર્થન આપવા માટે લદાખમાં ભારત સાથે ઘર્ષણ સર્જ્યું હશે!

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.