ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સામેની મેચમાં શાનદાર વિજય મેળવતા પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ..

ગુજરાત ટાઇટન્સે સિઝન 15માં તેની 5મી જીત નોંધાવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો.અને ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ અણનમ 94 રનની ઇનિંગ રમી હતી.

આજે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટન રાશિદ ખાને પણ 40 રનની ઇનિંગ રમી હતી. અને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. 170 રનનો પીછો કરતા ગુજરાતે 7 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

જો કે સૌથી વધારે વખાણ તો કીલર મિલર ના જ કરવા પડે.અને શરૂઆતમાં જ ફટાફટ વિકેટો પડી ગયા બાદ મિલરે જે ઇનિંગ રમી હતી તેણે ગુજરાતની ટીમને વિજય સુધી દોરી હતી.

આજે ગુજરાત ટાઇટન્સની ટીમમાં હાર્દિક પંડયા અને વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ગેરહાજર રહ્યા હતા.અને વેડની જગ્યાએ આજે રિદ્ધિમાન સાહાને તક મળી હતી અને સાથે અલગારી જોસેફને પણ ટીમમાં લેવામાં આવ્યો હતો. કેપ્ટન્સી રાશિદ ખાને કરી હતી અને ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ચેન્નઈ સુપરકિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.