જાણો આ અમેરિકન ફૂટબોલર વિશે વજન ઘટાડવા માટે 40 દિવસ રહ્યો ભૂખ્યો, અને આટલું વજન ઓછું કર્યુ.

એક અમેરિકન ફુટબોલરનુ 140 કિલોથી પણ વધારે વજન હતું આ માટે 40 દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. આ ફુટબોલરનું નામ રસેલ ઓકુંગે છે. રસેલે સોશિયલ મીડિયા પર પોતાના Befor અને Afterના ફોટો શેર કર્યા હતા. જે ફોટા તેના વજનમાં થયેલા ફેરફારના હતા. તેના ફોટો જોઈ લોકો દંગ રહી ગયા હતા.

રસેલ ઓકુંગ એક અમેરિકન ફૂટબોલર છે. તે પોતાનું 140 કિલોથી પણ વધારે વજન ઘટાડવા માટે કુલ 40 દિવસ સુધી ભુખ્યો રહ્યો હતો. આ ઉપવાસથી તેનું 45 કિલોથી પણ વધારે વજન ઓછું કર્યું હતું. રસેલને જ્યારે પુછવામાં આવ્યું કે તમે આટલુ વજન કઈ રીતે ઓછું કર્યું, ત્યારે તેણે સંપુર્ણ વાત કરો.

રસેલે ખુલાસો કરતા કહ્યું હતું કે 40 દિવસ સુધી મે ખાવાનું છોડી દિધું હતું. તેણે એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મારું વજન 140 કિલોથી પણ વધારે હતું. મે મારું વજન ઓછું કરવા માટે એક મહિનાથી પણ વધારે દિવસો સુધી ખાવાનું છોડી દિધું હતું. તે દરમિયાન ફક્ત પાણીના સહારે જ મે દિવસો કાપ્યા હતા. આમ કરવાથી મારું 45 કિલોથી પણ વધારે વજન ઓછું કર્યું હતું. રસેલે એમ પણ ક્હ્યું હતું કે મને એક સંશોધન દ્વારા ખબર પડી હતી આટલા દિવસ સુધી ખાધા વગર પાણીના સહારે રહેવું એ શરીર માટે સારી વાત ન કહેવાય. આમ કરવું એ શરીર અને સ્વાસ્થ માટે નુકસાનકારક છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.