જિઓ (Jio)ના એક નવા પ્લાન વિશે જણાવીએ તો જેને કંપનીએ તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે, અને આની કિંમત પણ ઓછી છે. તમને આમાં ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળશે.
ડિસેમ્બરમાં લગભગ તમામ ટેલિકૉમ કંપનીઓ ના પ્રીપેડ પ્લાનની ટેરિફ દરોમાં વધારો કરવામાં આવી ચૂકયો છે. આવામાં લોકો એવા સસ્તાં પ્લાનની શોધ કરી રહ્યાં છે જેમાં વધુ બેનિફિટ્સ મળે. જો તમે આ પ્રકારના રિચાર્જ પ્લાનને શોધી રહ્યાં છો, તો આ ખબર તમારા માટે કામની છે. અમે તમને બતાવીશુ જિઓ ના એક નવા પ્લાન વિશે જેને કંપનીએ તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે, અને આની કિંમત પણ ઓછી છે. તમને આમાં કેટલાક પ્રકારના ફાયદાઓ પણ મળશે. જાણો આ પ્લાન વિશે..
209 રૂપિયામાં રોજ 1 જીબી ડેટા –
જિઓના ટેરિફ દરો વધાર્યા બાદ ગ્રાહકોને ટેરીફ દર માં રાહત આપવા માટે આ પ્લાનને લૉન્ચ કર્યો છે. 209 રૂપિયાના આ પ્રીપેડ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. જો ડેટાની વાત કરીએ તો તમને આમાં કુલ 28 જીબી ડેટા મળે છે,એટલે કે રોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકે. આ રિચાર્જ પ્લાન અંતર્ગત તમે 28 દિવસ સુધી કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ કરી શકો છો. તમને કંપની દરરોજ 100 મેસેજ મોકલવાની પણ સુવિધા આપે છે.
સાથે સાથે જિઓ એપ્સનુ સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.