જાણો શા માટે ઓફલાઈન શિક્ષણ શાળાઓ માટે બન્યું ચેલેન્જ સમાન.

ગુજરાતમાં આજકાલ કોરોના ના કેસ કંટ્રોલના આવતા જ શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે. સ્કૂલો પણ બાળકોના કિલ્લોથી ગુંજી ઉઠયું છે. પરંતુ કોરોનાને કારણે બાળકોમાં ખૂબ જ ફેરફાર આવી ગયા છે.

અમદાવાદના વિજયનગર હાઇસ્કુલ ઈશા ધોરણ-૧૦માં અભ્યાસ કરે છે. ઈશા ખુશ છે કે શાળામાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ થઇ ચૂક્યું છે. પણ કોવિડ ના કારણે સ્કૂલો બંધ થઈ જતા દોઢ વર્ષ સુધી સ્કૂલથી દૂર રહેવું પડ્યું હતું.

https://www.youtube.com/watch?v=5y4slk8mwAE

તેને ધોરણ ૦૯ માં પ્રમોશન તો મળ્યું ધોરણ ૧૦ માં તો આવી ગઈ. ધોરણ ૯માં અભ્યાસ થયો તેનો ખ્યાલ નથી માત્ર વાત ઈશાની જ નહીં આવી જ કંઈક પરિસ્થિતિ ઈશા સાથે ભણનારા વિદ્યાર્થીઓની છે.

ઈશાની મમ્મી ખુશાલી શાહ જણાવે છે કે સ્કૂલો શરૂ થઈ ગઈ છે એ સારી બાબત છે. પણ કોરોનામાં ઓનલાઇન એજ્યુકેશનમાં નેટવર્ક પ્રોબ્લેમ આવતુ હતું. ઇશાને લખવાની પ્રેક્ટિસ પણ છૂટી ગઈ હતી. એટલે ઇશાને અભ્યાસ કરાવવા તેની મમ્મી ખુશાલીને પણ સાથે બેસવું પડે છે. સ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ પાઠક જણાવે છે કે કોરોનાને લીધે બાળકોમાં માનસિક બદલાવ આવ્યો છે. બાળકોને લખવામાં, એક ધારું બેસવામાં તકલીફ થઈ રહી છે.

જેના કારણે દર બે પિરિયડ બાદ વિધાર્થીઓને રીલેક્સ કરવા પડે છે. શિક્ષકોને પણ સૂચના આપી છે કે ધોરણ ૧૦ નું ભણાવતા પહેલા ધોરણ ૯ નું બેઝિક ક્લિયર કરાવવું પડે છે. માત્ર વિજયનગર સ્કૂલ જ નહી રાણીપની આત્મીય વિદ્યાલયમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા અનંત ત્રિપાઠી કહે છે કે ઓનલાઇનના કારણે અમે ડિસિપ્લિન ભૂલી ગયા હતા. જે ડાઉટ ઓનલાઇન અભ્યાસમાં ક્લિયર નહોતા કરી શકતા તે ઓફલાઇન અભ્યાસમાં કરી શકીએ છીએ.

https://www.youtube.com/watch?v=QZ3GwQudhN0

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.