લેબનનમાં 2750 ટન એમોનિયમ નાઈટ્રેટમાં વિસ્ફોટ, હાલ સુધીમાં 73 લોકોના મોત 3700 ઘાયલ

લેબનાનની રાજધાની બેરૂતમાં બે ભીષણ વિસ્ફોટ જોવા મળ્યા. જેમાં અત્યાર સુધી 73 લોકોના મોત થઈ ચૂક્યા છે અને લગભગ 3,700 લોકો ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર ભીષણ વિસ્ફોટના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. બેરૂત પોર્ટ પર ભયંકર ધડાકા પછી લેબનાનના રાષ્ટ્રપતિએ રાજધાની બેરૂતમાં બે અઠવાડિયાની સ્ટેટ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. લેબનાનના વડાપ્રધાન હસન દિયાબએ કહ્યું કે પોર્ટમાં 2,750 ટન અમોનિયમ નાઈટ્રેટનો વિસ્ફોટ થયો છે.

બેરૂતમાં થયેલ આ ધમકાથી 10 કિલોમીટર સુધીની ઇમારતોના કાચ પણ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.