બેરુત: લેબેનોનમાં વોટ્સએપ, ફેસબુકના વોઈસ કોલ પર ટેક્સ લગાવવા વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. દેશભરમાં શુક્રવારે હિંસક દેખાવો કરાયા હતા. રાજધાની બેરુતમાં સરકારી ઓફિસોની બહાર દેખાવકારોએ ટાયર બાળ્યાં અને ગાડીઓને આગચંપી કરી હતી. તેના ધુમાડાથી શ્વાસ રુંધાતા બે વિદેશી કર્મચારીઓ મૃત્યુ પામ્યા અને હિંસક અથડામણમાં 40 સુરક્ષાકર્મી ઘવાયા હતા. દેખાવકારોએ એરપોર્ટ પર યાત્રીઓ સાથે મારપીટ કરી હતી. તેમનો રસ્તો અટકાવ્યો. ખરેખર સરકારને બજેટની રકમ એકઠી કરવા લોન લેવાની જરૂર પડી રહી છે. આ ભાર ઘટાડવા માટે તેણે વોટ્સએપ અને ફેસબુકના વોઈસ કોલ પર દર મહિને 150 રૂપિયાનો ટેક્સ લાદી દીધો છે. હવે સરકારે કહ્યું કે તે આ નિર્ણય પાછો ખેંચવા વિચારી રહી છે.
યુગાન્ડામાં ફેસબુક, વોટ્સએપ, ટિ્વટરના ઉપયોગ પર દરરોજ 3 રૂપિયા 36 પૈસા ટેક્સ ચૂકવવો પડે છે. ગત વર્ષે જુલાઈમાં આ ટેક્સ લાગુ કરાયો. રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે એટલા માટે તેના પર ટેક્સ લગાવવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.