લેબનાનના બેરૂતમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. નાણાં મંત્રાલયની સંસ્થા કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ એટલે કે CBICએ તત્કાલિક કસ્ટમ અને ફિલ્ડ સ્ટ્રક્ચરને દેશભરના ગોડાઉનો અને અન્ય ભાગોમાં હાજર ખતરનાક રસાયણ અને વિસ્ફોટક પદાર્થ વિશે 48 કલાકમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે.
આદેશમાં તે વાતની જાણકારી પણ આપવા માટે કહેવામાં આવ્યું છે કે, શું ગોડાઉનમાં રાખવામાં આવેલા આ પદાર્થને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને અગ્નિ શામક માનાંકને પૂર્ણ કરવામાં આવ્યા છે. CBICએ જણાવ્યું કે, હાલમાં જ વિદેશમાં થયેલા વિસ્ફોટની ઘટનાને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, લેબનાનમાં થયેલી પ્રાથમિક તપાસમાં તે જાણવા મળ્યું છે કે, ત્યાં એમોનિયા નાઈટ્રેટ રાખવામાં આવ્યું હતું. જે બાદ ભારત સરકાર સજાગ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ભારતમાં ચેન્નઈ કસ્ટમ દ્વારા પ્રક્રિયા હેઠળ 690 ટન એમોનિયમ નાઈટ્રેટની ઈ-હરરાજી કરવામાં આવી રહી છે. આ રસાયણ મનાલી અને ચેન્નઈમાં એક ફ્રેઈટ સ્ટેશનમાં સ્ટોર છે. આ રસાયણ તે 697 ટન કન્સાઈનમેન્ટનો ભાગ છે જે નવેમ્બર 2015માં સીઝ કરવામાં આવ્યો હતો. બાકીનો એમોનિયમ નાઈટ્રેટ ડિસેમ્બર-2015ના પુરમાં તણાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, લેબનાની રાજધાની બેરૂતમાં થયેલા ભયાનક વિસ્ફોટ મામલે તપાસકર્તા પોર્ટના માલગોદામમા વિસ્ફોટક પદાર્થ રાખવામાં સંભવિત લાપરવાહીની તપાસ કરી રહ્યાં છે. આ ભિષણ વિસ્ફોટના કારણે અત્યાર સુધીમાં 135 લોકોના મોત થઈ ચુક્યા છે અને 5 હજારથી વધારે ઘાયલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.