સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટેનન્ટ જનરલ જે.એસ. નૈન, AVSM SM જૈસલમેર મિલિટરી સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા
ટેકનોલોજીથી સક્ષમ નેટવર્ક કેન્દ્રિત યુદ્ધક્ષેત્ર માહોલમાં પડકારોને પહોંચી વળવા માટે અને તકો ઝડપી લેવા માટે બેટલ એક્સ ડિવિઝન દ્વારા હાથ ધરવામાં આવતી પરિચાલનની વિવિધ તૈયારીઓ વિશે તેમને માહિતી આપવામાં આવી હતી.
વધુમાં તેમણે, પરિચાલનની ક્ષમતાઓ વધારવા માટે વાયુસેના સાથે સંયુક્ત તાલિમના આયોજન અને તેને હાથ ધરવા માટે તાલમેલ વધારવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવતી પહેલો વિશે જાણીને સંગઠનની પ્રશંસા કરી હતી. તેમણે તમામ રેન્કને પોતાના સંબંધિત સંગઠનોમાં પરિચાલન કાર્યદક્ષતા ચાલુ રાખવા અને તેમાં સુધારો કરવા માટે સૌને પ્રેરણા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.