આ રાજવી પરિવારની કરોડોની મિલકત વચ્ચે કાનૂની જંગ. આ તારીખે કોર્ટે થશે સુનાવણી થશે..

રાજકોટનું રાજવી પરિવારમાં ફરી એક વખત મિલકતોનો વિવાદ થયો છે. ૧૭માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ રાજવી પરિવારની વડીલો પાજીઁત મિલકતમાં વારસાઈ નોંધ કરાવી બહેન રાજકુમારી અંબાલિકા દેવી અને રાજમાતા હકક કઢાવી નાખતાં સેસન્સ કોર્ટમાં અરજી થઈ છે.

રાજકોટનું રાજવી પરિવારમાં ફરી એક વખત મિલકતોનો વિવાદ થયો છે. ૧૭માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ રાજવી પરિવારની વડીલો પાજીઁત મિલકતમાં વારસાઈ નોંધ કરાવી બહેન રાજકુમારી અંબાલિકા દેવી અને રાજમાતા હકક કઢાવી નાખતાં સેસન્સ કોર્ટમાં અરજી થઈ છે.

https://www.youtube.com/watch?v=_aS274JPb1k

ઝાંસીમાં રહેતા રાજકુમારી અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બૂંદેલાએ સ્વ.મનોહરસિંહ જાડેજા(દાદા)ની વસિયત શંકાસ્પદ ગણાવી કોર્ટમાં દાદ માંગી છે. તેમાં તેમણે કહ્યું છે કે, વડીલો પાર્જીત મિલ્કતોમાં વિલ ન બની શકે તેવો કોર્ટમાં તર્ક રજૂ કર્યો છે. જોકે આ પહેલા રાજકોટ શહેર પ્રાંત અધિકારીએ રાજવી માંધાતાસિંહ જાડેજાને મિલ્કત અંગે લપડાક મારી છે અને રાજકુમારી અંબાલિકાદેવી તરફે ચુકાદો આપ્યો છે. તેમાં પણ આખરી ચુકાદો કોર્ટનો માન્ય રહેશે તેવી નોંધ કરી છે. આગામી 31 ઓગષ્ટના રાજકોટની સેસન્સ કોર્ટમાં આ કેસ અંગે હિયરિંગ થશે.

કોઈ પણ વ્યક્તિને સ્વપાર્જીત મિલ્કતોનું વિલ કરવાનો હક્ક છે. પરંતુ વડિલોપાર્જીત મિલ્કતોમાં તમામ વારસોનો સમાન હક્ક લાગે છે. જેથી પૂર્વજોની મિલ્કતોનું વિલ કરવાનો હક્ક સ્વ. મનોહરસિંહ જાડેજા(દાદા)ને પણ નથી એ મતલબની દલીલ સાથે એ વસિયતને જ પડકારીને પેલેસ રોડ પર આવેલ રાજમહેલના રાચરચિલા, વિન્ટેજ કાર, ચાંદીના રથ, હથિયારો, આભૂષણો, ગાદલા-ગોદળા સહિતની વસ્તુમાં હિસ્સો માંગવામાં આવ્યો છે.

https://www.youtube.com/watch?v=hl13bSBsx9I

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.