Lexusએ ગુરુવારે માર્કેટમાં નવી લક્ઝરી એસયુવી RX450hL લોન્ચ કરી છે. તેની એક્સ શો રૂમ કિંમત 99 લાખ રૂપિયા છે. Lexus RX450hL ઈન્ડિયન માર્કેટમાં પહેલેથી રહેલી Lexus RX450hનું 7 સીટર વર્ઝન છે. તેમાં BS-6 એમિશન નોર્મ્સવાળું હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે. RX450hLની વધુ લંબાઈ અને ફ્લોટિંગ રૂફ તેને RX450hથી અલગ બનાવે છે. કંપનીની ડીલરશિપ પર આ નવી પ્રીમિયમ એસયુવીનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
લેક્સસની આ નવી એસયુવીમાં 3.5 લિટરનું V6 એન્જિન આપવામાં આવ્યું છે, જે BS-6 ધોરણોનુસાર છે. સેલ્ફ ચાર્જિંગ હાઇબ્રિડ સિસ્ટમથી સજ્જ આ એન્જિન 308 bhp પાવર અને 335 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 4 ડ્રાઇવિંગ મોડ્સ નોર્મલ, ઈકો, સ્પોર્ટ EV આપવામાં આવ્યા છે. EV મોડ પર એસયુવી ઈલેક્ટ્રિક પાવર પર ઓછી સ્પીડમાં ચાલે છે.
ફીચર્સ
આ પ્રીમિયમ એસયુવીમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે નવી ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. આ ટચસ્ક્રીન લેક્સસના લેટેસ્ટ મલ્ટિમીડિયા ઈન્ટરફેસ સાથે આવે છે. એસયુવીમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કન્ટ્રોલ, ટાયપ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, 15 સ્પીકર્સ સાથે સરાઉન્ડ સિસ્ટમ, હેડ્સ અપ ડિસ્પ્લે, પેનોરમિક સનરૂફ અને વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
RX450hLમાં સેફ્ટી માટે 10 એરબેગ્સ, એક્ટિવ કોર્નરિંગ, આસિસ્ટમ સિસ્ટમ, ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), EBD, ક્રુઝ કન્ટ્રોલ સિસ્ટમ અને રીઅર પાર્કિંગ કેમેરા સહિત અન્ય ફીચર્સ આપવામાં આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.