ઓછો ગેસ મળે તેવું કૌભાંડ પકડાયું , લોકોનાં ધર પહેલાં જ સિલિન્ડર કયાંક બીજે પહોંચી જતું

ભાવનગર (BHAVNAGAR) શહેરમાં ગેરકાયદેસર રીતે ઘરે વપરાશમાં ગેસ સિલિન્ડરમાંથી (GAS CYLINDR) ગેસ કટીંગ કરીને કોમર્શિયલ બાટલો (COMMERCIAL BOTTLE) ભરવાનાં કૌભાંડનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ૯૬ જેટલાં સિલિન્ડર જપ્ત (CYLINDER CONFISCATED) કરી કુલ ૫ જેટલાં શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કામગીરી હાથ ધરી છે.

આ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટિંગનું કામ લાંબા સમયથી ચાલતું હોવાની ચર્ચા આ વિસ્તારમાં થતી હતી. પરંતુ આખરે પોલીસને ધ્યાને આવતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધરેલું ગેસના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. તેમ છતાં ભાવ ચૂકવ્યા પછી સિલિન્ડરમાં ૨ થી ૩ કિલો ઓછો ગેસ મળતો હોવાની ધણાં સમયથી ફરિયાદ ઉઠી રહી હતી.

શહેરના શિવાજી સર્કલ નજીક એ.એસ.પી અને તેની ટીમે ધરેલું ગેસનાં સિલિન્ડરમાંથી કૌભાંડ આચરતાં યુનિટ પર રેડ કરી ઝડપી હતી. જેમાં શહેરનાં ધોધા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મફતનગરમાં ચાલતાં ગેરકાયદેસર ગેસનાં સિલિન્ડરનું ગેસ કટિંગ કરતાં ૫ ઈસમો સાથે ૯૬ ધરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યો છે.

ભાવનગર ASP સફિન હસન એે બાતમીનાં આધારે મફતનગરમાં ચાલતાં ગેસ કટિંગ કરતાં રજાક મન્સુર ડેરૈયાનાં ધરે રેડ કરતાં રજાક ડેરૈયા સહિત ૫ લોકોને રંગે હાથે ઝડપી લીધાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.