યુપીએસીએ લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી, એવામાં હવે મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને UPSC દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં લેટરલ એન્ટ્રી પર મોટો નિર્ણય લીધો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં પર્સોનલ મિનિસ્ટર (DoPT)એ UPSC ચેરમેનને પત્ર લખીને UPSCને સીધી ભરતી રોકવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર હવે લેટરલ એન્ટ્રીમાં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં OBC/SC/ST માટે અનામત લાવી શકાય છે. યુપીએસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાં તમામ જગ્યાઓ માત્ર લેટરલ એન્ટ્રી દ્વારા ભરવાની હતી, હાલ લેટરલ એન્ટ્રી ભરતીમાં કોઈ અનામત નથી.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જોઈન્ટ સેક્રેટરી અને જોઈન્ટ કો-સેક્રેટરીની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. પહેલા વિપક્ષે આ મુદ્દે મોરચો ખોલ્યો અને બાદમાં એનડીએના સહયોગીઓએ પણ આ નિર્ણયની ટીકા કરી. વિપક્ષનો દાવો હતો કે આનાથી અન્ય પછાત વર્ગો (OBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના અનામત અધિકારો નબળા પડશે.
આ પછી, મંગળવારે બપોરે કેન્દ્ર સરકાર દ્વારા લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી પ્રક્રિયા અટકાવવાની માહિતી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.