LICની આ પૉલીસીમાં દિકરી ના ભવિષ્ય માટે 121 રૂપિયા જમા કરાવો,મળશે 27 લાખ રૂપિયા

માતા-પિતાને દિકરીના ભવિષ્યની ચિંતા થાય તે સ્વાભાવિક છે. આ જ કારણે તેઓ દિકરીના જન્મ સાથે જ તેના માટે રૂપિયા એકઠા કરવાનું શરૂ કરી દે છે અને સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસી લેવાનુ પ્લાનિંગ કરી લે છે. આજ અમે તમને LICની આવી જ ક પૉલીસી વિશે જણાવી રહ્યાં છે જેને LICએ દિકરીના લગ્ન માટે બનાવી છે. આ પૉલીસીનું નામ છે કન્યાદાન યોજના.

કન્યાદાન યોજનામાં દરરોજ 121 રૂપિયાના હિસાબે આશરે મહિને 3600 રૂપિયાના પ્રિમિયમ પર આ પ્લાન મળે છે. પરંતુ જો કોઇ તેનાથી ઓછા કે વધુ પ્રિમિયમ સાથે આ પ્લાન લેવા ઇચ્છે તો તે પણ થઇ શકે છે.

આ ખાસ પૉલીસીમાં તમે દરરોજ 121 રૂપિયાના હિસાબે જમા કરો તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત જો પોલીસી લીધા બાદ મૃત્યુ થઇ જાય તો આ પૉલીસીનું પ્રિમિયમ નહી ભરવુ પડે અને તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સાથે જ 25 વર્ષ પૂરા થતાં પૉલીસીના નૉમીનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

આ ઉંમરે મળશે પૉલીસી

આ પૉલીસી લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછા 30 વર્ષની હોવી જોઇએ અને દિકરીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રિમિયમ 22 વર્ષનું જ ભરવાનું છે. પરંતુ તમારી અને દિકરીની અલગ અલગ ઉંમર પ્રમાણે પણ આ પૉલીસી ઉપલબ્ધ છે. દિકરીની ઉંમરના હિસાબે આ પૉલીસીનો સમયગાળો ઘટી જશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.