LIC ના એકઠા કરેલા રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં લગાવી રહી છે મોદી સરકાર : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારના એક મીડિયા રિપોર્ટની મદદથી મોટો દાવો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ”મોદી સરકાર ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી રહી છે. જેનાથી સામાન્ય જનતાનો વિશ્વાસ તૂટી રહ્યો છે.” પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ કર્યો કે, ”આ કેવી પૉલિસી છે જે માત્ર નુકસાન કરી રહી છે.”

  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર આરોપ
  •  પ્રિયંકા ગાંધી ટ્વીટ કરીને આરોપ લગાવ્યો
  • LIC ના રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં લગાવી રહી છે મોદી સરકાર’

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા કહ્યુ કે, ”દેશમાં LIC વિશ્વાસનું બીજું નામ છે. ભારતની સામાન્ય જનતા પોતાની મહેનતની કમાણી ભવિષ્યની સુરક્ષા માટે LIC માં રોકે છે, પરંતુ મોદી સરકારે તેમનો વિશ્વાસ તોડતા LIC ના રૂપિયા ખોટ કરનારી કંપનીઓમાં લગાવી રહી છે.”

કોંગ્રેસના મહાસચિવે જે મીડિયા રિપોર્ટ પરથી દાવો કર્યો છે તેના અનુસાર, શૅર બજારમાં વેચવાલીને કારણે ઘણી કંપનીઓ પરેશાન છે અને ગત અઢી મહિનામાં LIC શૅર બજારમાં રોકાણથી લગભગ 57000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યુ છે. તમને જણાવી દઇએ કે, LIC એ જે કંપનીઓમાં ઇન્વેસ્ટ કર્યુ હતુ, તે કંપનીઓને બજાર મૂડીમાં ઘટાડો થયો છે. આ આધાર પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવાલ કર્યો છે કે, આ કેવી પૉલિસી છે, જે માત્ર નુકસાન કરાવી રહી છે. 

તો બીજી તરફ કોંગ્રેસની તરફથી જારી કરેલા રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટના આધારે, આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકાર સાર્વજનિક ક્ષેત્રમાં જોખમથી ભરેલા એકમોમાં રૂપિયા લગાવીને ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની બલી ચઢાવી રહી છે. પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા અજય માકને કહ્યુ કે, ”2014 સુધી સાર્વજનિક ક્ષેત્રમાં જોખમ ભરી એકમોમાં LIC નું રોકાણ 11.94 લાખ કરોડ રૂપિયા હતુ, પરંતુ મોદી સરકારના આવ્યા પછી ગત પાંચ વર્ષોમાં રોકાણ વધીને 22.64 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ છે.”  

આ સિવાય તેમણે આગળ કહ્યુ કે, ”આપણામાંથી ભાગ્યે જ કોઇ એવુ વ્યકિત કે પરિવાર હશે જે ભારતીય જીવન વીમા નિગમથી સંબંધિત ના હોય, કોઇને કોઇ રીતે દરેક પરિવરમાંથી કોઇ તો પૉલિસી ધારક હશે, જો ભારતીય જીવન વીમા નિગમ જેવા સંસ્થાની ખરાબ અર્થવ્યવસ્થાની બલિ ચઢાવવામાં આવશે, તો તમે સમજી શકો છો કે દેશના અંદર જે ગરીબ લોગો છે, મધ્યવર્ગીય લોકો છે, તેમની શું હાલાત થશે. RBI ની રિપોર્ટ કહે છે કે દેશના પરિવાર પરનું દેવ બમણુ થઇ ગયુ છે દેશની અર્થવ્યવસ્થા માટે ઉચિત નથી.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.