– જાણો, આ ઉંમરના લોકોથી થતી સૌથી સામાન્ય ભૂલો વિશે…
જીવનમાં ભૂલો થી બચવું જોઇએ. આ વાત સાચી છે પણ માણસ છીએ, ભૂલ તો થઇ જાય. ભૂલો થઇ જાય તેમાં કાંઇ ખોટું નથી પરંતુ તેમાંથી શીખ પણ મેળવવી જોઇએ અને ફરીથી તેવી જ ભૂલથી કરીને પછતાવો ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.
લાઇફ @ 20-30
વાત જો ઉંમર વર્ષ 20 થી 30 વર્ષ દરમિયાનની કરીએ તો આ ઉંમરમાં ભૂલો થવી સૌથી સામાન્ય છે. વીસથી ત્રીસ વર્ષની ઉંમર દરમિયાન કરેલી ભૂલો જ આપણને ઘણુ બધુ શીખવાડી જાય છે, જે સફળતા હાંસલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
જો તમે આ ઉંમરની વચ્ચે છો તો આ ભૂલો થવા પર ગભરાશો નહીં. તેમાંથી સારી અને પોઝિટિવ શીખ લો. આ જ ભૂલો તમને સારાં-ખોટાંની પરખ કરતા શીખવાડે છે. જાણો, આ ઉંમરમાં લોકોથી થતી સૌથી સામાન્ય ભૂલો વિશે…
ખોટી વ્યક્તિના પ્રેમમાં પડવું
આ ઉંમરમાં લગભગ દરેક વ્યક્તિ પ્રેમમાં ચક્કરમાં પડે છે. કોઇની પર દિલ આઇ જવું કોઇ મોટી વાત નથી. આ ઉંમરમાં થતો પ્રેમ જરૂરી નથી કે તમારા સાચા પ્રેમ અને લાંબા સમય સુધી સાથ આપનાર પ્રેમ હોય. જો એ સાચો પ્રેમ હશે તો જીવનભર તમારો સાથ નિભાવશે.
જો કે, સાચો પ્રેમ ન મળી શકે તો પણ કંઇ ખોટું નથી કારણ કે આ જ સમય હોય છે જ્યારે વ્યક્તિ સાચા તેમજ ખોટા અને સાચા પ્રેમની કદર અને પરખ કરવાનું શીખતો હોય છે.
ખોટી જગ્યાએ નોકરી કરીને પછતાવું
પચ્ચીસથી ત્રીસ વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે કોઇ પણ છોકરી અથવા છોકરો પોતાના કરિયરની શરૂઆત કરે છે. આ શરૂઆતમાં તે પોતાની પ્રથમ નોકરીને લઇને ઘણો ઉત્સાહિત હોય છે. પરંતુ ઘણીવાર જરૂરી નથી કે આ સમયે તમારી નોકરી એક લાંબા સમય સુધી ચાલનારી નોકરી હોય અને તમારી તમામ આશાઓ પૂરી થતી હોય.
ફ્રેશર હોવાને કારણે હાલ તમારા માટે આ કામ નવું છે અને તમે હજુ એક નવો અનુભવ લઇ રહ્યા છો. યોગ્ય પ્રોફેશન આ ઉંમરમાં જ પસંદ કરવામાં આવે છે. એટલા માટે જ્યાં સુધી તમે એક ખોટી નોકરી નહીં કરો ત્યાં સુધી તમારા કરિયર માટે સાચો વિકલ્પ વિશે પણ સમજી શકશો નહીં.
દોસ્તી અને સંબંધ તોડવા
આ ઉંમર વધારે પારખી નથી હોતી. વધારે ધીરજ સાથે ચાલવું આ ઉંમરમાં મુશ્કેલ હોય છે. આ ઉંમરના લોકો જલ્દી ડિસીઝન લેવા લાગે છે. એટલા માટે જ્યાં તમને લાગે છે કે આ વ્યક્તિ પોતાના માટે પરફેક્ટ નથી અથવા તે નેગેટિવ એનર્જી આપી રહ્યું છે તો તે તરત જ રિલેશન તોડી દે છે. આ ઉંમરને બિન્દાસ કહેવામાં આવે છે.
આ બિન્દાસ ઉંમરમાં વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે તરત જ નિર્ણય કરી બેસે છે. જો કોઇ વ્યક્તિ તેના માટે નેગેટિવ થિન્કિંગ રાખે છે તો તેની સાથે પણ રિલેશન તોડવું જ યોગ્ય માની બેસે છે. આ રીતે જ સાચા મિત્ર તેમજ સાચા સંબંધ વિશે આ ઉંમરમાં શીખી શકે છે.
પૂરતી ઊંઘ લેવી
જીંદગી જીવવાનું નામ છે અને સાથે સાથે જવાબદારીઓ પણ નિભાવવાની પણ હોય છે. 30 વર્ષ સુધીની ઉંમરમાં તમે જવાબદારીઓથી મોટાભાગે મુક્ત રહો છો. તમારી પર માત્ર પોતાના કરિયરની જવાબદારી હોય છે. એવામાં તમે પૂરતી ઊંઘ આ સમયમાં લઇ શકો છો. જો આ સમયે તમે ભરપૂર ઊંઘ નથી લઇ રહ્યા તો ભવિષ્યમાં તમે શાંતિથી કેટલી ઊંઘ લઇ શકશો તે કહી શકાશે નહી.
એટલા માટે પૂરતી ઊંઘ લો રિલેક્સ કરો. તેનાથી તમારું સ્વાસ્થ્ય અને માઇન્ડ બંને ફ્રેશ રહેશે. આ સાથે જ તમને અહેસાસ થશે કે ઊંઘ પૂરી કરવાની સાથે સાથે કામ પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે.
પોતાની પર ખુલીને પૈસા ખર્ચ કરવા
ત્રીસની ઉંમર પછી તમારી પર જવાબદારીઓ વધતી જાય છે. ત્યારે 30 વર્ષ બાદ પોતાની પર ખુલીને ખર્ચ કરવો અથવા તો પોતાના કોઇ નવા એક્સપીરિયન્સ અથવા પોતાના એન્ટરટેઇન્મેન્ટ માટે દિલ ખોલીને ખર્ચ કરવો તે અશક્ય બની શકે છે. એવામાં તમે આ ઉંમરમાં પોતાની જાત પર ખુલીને ખર્ચ કરો અને પોતાના શોખ પૂરા કરો.
પોતાના નવા એક્સપીરિયન્સનો અનુભવ લેવા માટે પૈસા ખર્ચ કરો. તેનાથી તમને બે ફાયદા થશે, એક તો તમે પોતાની ગમતી વસ્તુ કરી શકશો અને બીજું તમને તેમાંથી નવું નવું જાણવા શીખવા પણ મળી શકે છે.
પોતાનું જીવન ખુશીથી પસાર કરો, જીવનમાં ઉત્સાહ જાળવી રાખો, પોતાની ભૂલોમાંથી સબક લેતા રહો જેનાથી જીવનમાં તમે ક્યારેય પણ ફરીથી તે ભૂલ ન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.