જુન અને જુલાઈમાં નબળું પડેલું ચોમાસું ઓગસ્ટ માસમાં જામ્યું છે.રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અને ધોધમાર વરસાદની આગાહી છે.જો કે હજુ આગામી ચાર દિવસ દરમિયાન રાજયમાં વરસાદી માહોલ યથાવત રહેશે. તેવી હવામાન ખાતા દ્નારા આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ,ચાર દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવો, ભારે, અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.સોમવારે વલસાડ અને જુનાગઢ જિલ્લામાં હવામાન ખાતા દ્નારા રેડ એલટઁ જાહેર કરી ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA
આજે ખેડા, આણંદ, વડોદરા, અમરેલી મોરબીમાં ભારે વરસાદ પડી શકે છે. બીજા દિવસે સોમવારે જુનાગઢ, દમણ, દાદરા નગર હવેલી,સુરત ,નવસારી, જામનગર ,ભાવનગર, અને કચ્છમાં ભારે વરસાદ પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.