કાશ્મીર ફાઈલની જેમ રામ મંદિર આંદોલન ઉપર પણ બનશે ફિલ્મ! સાધ્વી ઋતંભરાએ કહી આ વાત

હાલના દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ ખૂબ જ ચર્ચામાં છે.અને જેને લઈને સાધ્વી ઋતંભરાએ (Sadhvi Rithambara) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે રીતે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં કાશ્મીરની સ્થિતિને બતાવવામાં આવી છે, તે જ રીતે રામ મંદિરના 500 વર્ષના સંઘર્ષ પર પણ ફિલ્મ બનવી જોઈએ. જેનાથી લોકોને ખબર પડે કે, અમારા પૂર્વજોએ હજારો વર્ષો સુધી રામ મંદિર માટે ઝુંબેશ ચલાવી હતી.

હિન્દુઓના નવાવર્ષના દિવસે ઉદયપુરમાં આયોજિત થનારી શોભાયાત્રા અને સભાને સંબોધિત કરવા માટે સાધ્વી ઋતંભરા શનિવારે ઉદયપુર પહોંચ્યા. જે દરમિયાન મીડિયા સાથે વાત કરતા સમયે સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, રામના મંદિર માટે સંઘર્ષ કંઈ ઓછો ન હતો.અને આના પર પણ ફિલ્મ બનાવવામાં આવશે તો લોકોને ખબર પડશે કે, મંદિર માટે કેવો સંઘર્ષ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, આપણે નસીબદાર છે જેથી આપણે રામ મંદીરનું નિર્માણ થતું જોઈ રહ્યા છે. 500 વર્ષ સુધી ચાલેલા આંદોલનનો સુખદ અંત આવ્યો છે. સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, ધ કાશ્મીર ફાઈલ્સની જેમ રામ મંદિર અંદોલન પર પણ ફિલ્મ બનવી જોઈએ અને જેનાથી લોકોને આ આંદોલનની સચ્ચાઈ વિશે ખબર પડી શકે. તેમણે કહ્યું કે, દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. રાજ્ય પોતાનું કામ કરી રહ્યું છે.

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર બોલતા સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે તે તો ખુબ જ ઓછું છે. તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડીતોના ઘા 32 વર્ષ પછી પણ નથી રુજાયા. જે અંતર્ગત કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને ભૂલી શકાય એમ નથી અને આ પાકિસ્તાનથી આવેલા લોકોએ ક્યાં કર્યું હતું ? આ બધા અત્યાચારો અહિંયાના લોકોએ જ કર્યા હતા.તેમજ માતા અને બહેનોની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું. એવામાં જે લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમણે વિચારવું જોઈએ કે, જૂઠને પગ નથી હોતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.