પુતિનની જેમ જિનપિંગે હવે અમેરિકાને આપી દીધી ચીમકી અને આ દેશથી દૂર રહેજો નહીં તો..

અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં તાઇવાન ગયું હતુ જે વાતથી ધુંધવાયેલા ચીને અમેરિકાને ધમકી આપી છે કે જો તાઇવાનનનું સમર્થન કર્યું છે તો અમેરિકાએ તેની ભારે કિંમત ચુકવવી પડશે.અને રશિયાએ હુમલો કર્યા પછી તાઇવાને એવી શંકા વ્યક્ત કરી હતી કે ચીન અમારા દેશ પર હુમલો કરી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પૂર્વ રક્ષા અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ તાઇપે મોકલ્યું હતુ. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી તાઇવાને ચિંતા વ્યકત કરી હતી કે આવા સમયે ચીન ચાઇવાન પર હુમલો કરી શકે છે અને ચીન તાઇવાનને પોતાના હિસ્સો માને છે અને કબ્જો કરવાનો નિર્ણય કરી ચુક્યું છે. તાઇવાન સાથે અમેરિકાના નજીકના સંબધોને કારણે ગુસ્સે ભરાયેલા ચીને છેલ્લાં કેટલાંક મહિનામાં તાઇવાનના તાઇવાનના હવાઇ રક્ષા ક્ષેત્રમાં અનેક જેટ વિમાન મોકલ્યા હતા. ચીને નૌસેનાને પણ તૈયાર રાખી છે. ચીન ઘણા સમયથી તાઇવાનને પણ ધમકીઓ આપી રહ્યું છે.

તાઇવાન અને અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના હુમલાથી, ચીનનો તાઇવાન પર જબરદસ્તી કરવાની ધમકી પર નવેસરથી વિચારવાની ફરજ પડી છે. તાઇવાન મીડિયાના રિપોર્ટ મુજબ અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના પૂર્વ અધ્યક્ષ માઇક મુલેનની આગેવાનીમાં 5 સભ્યોનું પ્રતિનિધિ મંડળ તાઇવાન આવ્યું છે. બુધવારે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ પણ તાઇવાન પહોંચ્યા છે. મુલેન અને પોમ્પિઓ બનેં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમ્યાન ચીન વિરોધી નિવેદનો માટે જાણીતા છે. અને આ બનેં તાઇવાનના રાષ્ટ્રપતિ સઇ-ઇંગ-વેન સાથે મુલાકાત કરશે. સઇ-ઇંગ-વેનને ચીન-તાઇવાનની સ્વતંત્રતાની વકાલત કરનારા રિંગ લીડર તરીકે કહેવામાં આવે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીની લોકો રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેસિક અંખડિતતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. તાઇવાન માટે અમરિકાનું સમર્થન અર્થહીન અને વ્યર્થ છે, ભલે પછી તેણે કોઇને પણ મોકલ્યા હોય. વોંગ વેનબિને કહ્યુ જો અમેરિકા તાઇવાનની સ્વતંત્ર અલગાવવાદી તાકાતોને પ્રોત્સાહિત કરવાનો ઇરાદો રાખશે , તો તેના માટે અમેરિકાએ ઘણી મોટી કિંમત ચુકવવી પડશે.અને તેમણે કહ્યુ કે જો અમેરિકા એમ માનતું હોય કે આવું કરવાથી ચીનને ડરાવવા માંગતુ હોય તો એક વાત સમજી લે કે, 1.4 અરબ ચીની લોકો એકજૂટ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.