જાણવા જેવું : ટ્રેનમાં લોકો વધારે મુસાફરી કરે છે પણ તેના ઓપરેશન (Operation) વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે અને લોકોને તે જાણવામાં ખુબ રસ હોય છે. ટ્રેનના ગિયરની (Train gear). શું તમે જાણો છે કે ટ્રેનમાં કાર અથવા બાઈકની જેમ ગિયર હોય છે કે નહીં.
જો હોય છે તો પછી ટ્રેનમાં કેટલા ગિયર હોય છે અને તેનો કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. પહેલા તો તમને જણાવી દઈએ કે ટ્રેનમાં ગિયર હોય છે પણ તેને કાર અથવા બાઈકની જેમ ગિયર કહેવામાં નથી આવતા.
એક લોકો પાયટલ તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેનના એન્જિનમાં લાગેલા ગિયરને નોચ કહે છે. ડીઝલ લોકોમોટિવ એન્જિન અને ઈલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનની બનાવટ અલગ અલગ હોય છે. જો ડીઝલ લોકોમોટિવ એન્જિનની વાત કરીએ તો તેમાં કુલ 8 નોચ હોય છે.
ઘણી ટ્રેનમાં પૂરા નોચ એટલે કે આઠમાં નોચ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડે છે. એક વખત નોચને ફિક્સ કરી દેવામાં આવે છે તો તેને વારંવાર બદલવાની જરૂર નથી પડતી. જ્યારે સ્પીડ ધીમી કરવાની હોય તો નોચને ડાઉન કરી દેવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.