-
જો તમારૂ વજન પણ ઝડપથી વધી રહ્યું છે તો તમે તમારા ડાઇટમાં લીલા શાકભાજીના જ્યુસનો ઉપયોગ કરો.
આ દિવસોમાં મોટાપાની ઝપેટમાં ઘણા લોકો આવી રહ્યાં છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં આ દુનિયાની મોટી સમસ્યા બની છે. છેલ્લા 30 વર્ષમાં મોટાપાથી પીડિત લોકોની સંખ્યા ત્રણ ગણી વધી છે. મોટાપાને કારણે ડાયાબિસીટ, હાર્ટ ડિઝીસ, કિડની પ્રોબ્લેમ, મગજની સમસ્યા જેવી બીમારીનો સામનો કરવો પડે છે. ભારતમાં બીજા પ્રકારનો મોટાપો હોય છે. અહીં ઘણા લોકોના પેટમાં ચરબી જમા થવા લાગે છે, જે વધુ ખતરનાક છે. તેવામાં લોકો પેટની ચરબી ઘટાડવા ઘણા પ્રકારના નુસ્ખા અજમાવે છે પરંતુ તેનાથી ખાસ અસર થતી નથી. જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તમે દૂધીનો ઉપયોગ કરી શકો છો. તેના સેવનથી મોટાપો ઝડપથી ઘટશે.
કઈ રીતે વજન ઘટાડે છે દૂધી?ફાઇબરથી ભરપૂર દૂધીમાં કેલેરી ખુબ ઓછી હોય છે. તેથી તમે ડાઇટમાં દૂધીને જરૂર સામેલ કરો. દૂધીમાં 98 ટકા પાણી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢે છે. હકીકતમાં ભારતમાં સદીઓથી સરળતાથી જે વસ્તુ ઉપલબ્ધ છે તેનાથી બીમારીને દૂર કરવાના ઉપાયો જણાવવાનો રિવાજ છે. મોટાપો ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં દૂધીનું જ્યુસ વજન ઘટાડવામાં ખુબ ઉપયોગી છે.
કઈ રીતે કંટ્રોલ થશે ડાયાબિટીસ?
દૂધીનું જ્યુસ પીવાથી માત્ર મોટાપો ઘટતો નથી પરંતુ બીજા ફાયદા પણ થઈ રહ્યાં છે. જેમ કે જ્યુસ પીવાથી તમે સ્ટ્રેસમાં રાહત મેળવી શકો છો અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. તેનું જ્યુસ પીવાથી હાર્ટ મજબૂત બને છે. સફેદ વાળ થતાં અટકે છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા જેમ કે- કબજીયાત, બ્લોટિંગ અને ગેસમાં રાહત મળે છે.દૂધીનું જ્યુસ બનાવવાની રીત
દૂધીનું જ્યુસ બનાવવા માટે દૂધીને છોલી સારી રીતે ધોઈ લો. તેના ટુકડાને બ્લેન્ડરમાં નાખી દો અને કેટલાક ફુદિનાના પાંદડા મિક્સ કરી લો. જ્યારે તે બારીક થઈ જાય તો તેમાં જીરૂ પાઉડર, નમક અને કાળા મરીનો પાઉડર નાખો. તમે તમારા પ્રમાણે ઠંડુ કે નોર્મલ પી શકો છો. જો તમને ઠંડુ પસંદ છે તો તેમાં બરફના ટુકડા નાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.