Liquor Policy Case:કેજરીવાલને CM પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, કહ્યુ- ‘અમે નથી આપી શકતા આદેશ’

Delhi Liquor Policy Case: કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, “ક્યારેક વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્રીય હિત મોટું હોય છે, પરંતુ આ નિર્ણય તેમનો (કેજરીવાલ) છે.”

Delhi Liquor Policy Case: દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (4 એપ્રિલ, 2024) દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી બીજી અરજીને ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું હતું કે આ અંગે પગલાં લેવાનો અધિકાર એલજી અને રાષ્ટ્રપતિના અધિકારક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં આવો આદેશ આપી શકીએ નહીં. જો કે, કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, “ક્યારેક વ્યક્તિગત હિત કરતાં રાષ્ટ્ર હિત મોટું હોય છે, પરંતુ આ નિર્ણય તેમનો (કેજરીવાલ) છે.”

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.