મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં મોટો રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરવામાં આવી છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પીએમ આ સમયે ઈન્દિરા ગાંધીની જેમ અતિ કરી રહ્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી હજારો લોકો સાથે વાત થઈ, જનતામાં ભારે રોષ છે અને જનતા કહી રહી છે કે ભાજપના લોકો શું કરી રહ્યા છે. તેઓ જેને ઈચ્છે છે, તેમને જેલમાં ધકેલી દે છે. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે, જ્યારથી તેઓ પંજાબ જીતી ગયા છે, તેઓ તેને સહન કરી શકતા નથી, આમ આદમી પાર્ટી તોફાન છે. આ હવે અટકવાનું નથી, આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે અને અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશું. એક સમયે ઈન્દિરાએ અતિ કરી હતી, હવે વડાપ્રધાન કરી રહ્યા છે. ઉપરવાળો પોતાનું ઝાડું
ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દારૂની નીતિ એક બહાનું છે, તેમનો અસલી ઉદ્દેશ્ય અમારું કામ રોકવાનો છે. તેમણે કહ્યું કે જો મનીષ સિસોદિયા આજે ભાજપમાં જોડાય જાય તો આવતીકાલે તેમને મુક્ત કરી દેવામાં આવશે અને કેજરીવાલે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને મહાન દેશભક્ત ગણાવ્યા.
કેજરીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કહે છે કે દેશને આ બે મંત્રીઓ પર ગર્વ છે. આ બંને મંત્રીઓએ દેશનું નામ રોશન કર્યું છે. સત્યેન્દ્ર જૈને વિશ્વને સ્વાસ્થ્યનું નવું મોડેલ આપ્યું. મનીષ સિસોદિયાએ સરકારી શાળાઓનો કાયાકલ્પ કરીને સૌને ચોંકાવી દીધા. સમગ્ર વિશ્વને શિક્ષણનું મોડેલ આપ્યું, જેણે નામના અપાવી, વડાપ્રધાને બંનેને જેલમાં ધકેલી દીધા અને દારૂ પોલિસી માત્ર એક બહાનું છે, બધું જ નકલી છે. પીએમ ઈચ્છે છે કે સારું કામ રોકવામાં આવે, અમે જે કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી અને જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ એક પણ શાળા સુધારી શક્યા નથી. હોસ્પિટલ ઠીક કરી નથી, તેથી જ તેઓ કેજરીવાલને રોકવાનું કામ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.