સુરતમાં લાખોનો દારુ ઉતરવાનો હતો ને અચાનક પોલીસ પહોંચી ગઈ જાણો શું થયું પછી??

કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને મળેલી બાતમીના આધારે વાંકાનેડા ગામની સીમમાં એક ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી અને સુરત શહેરમાં દારૂ કાર્ટિંગ થાય એ પહેલા જ પોલીસે સ્થળ પર જઇ ૧.૮૨ લાખના વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બે ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ત્યારે તેમને બાતમી મળી હતી કે, સુરત શહેરસ્થિત સરદાર માર્કેટ નજીક રહેતો બબલી ગૌરવ પલસાણાના વાંકાનેડાની સીમમાં માજીસા કાર્ગો કંપનીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પર ટેમ્પો નં.(એમએચ ૦૪ એલઇ ૩૯૭૯)માં દારૂ ભરી સુરત શહેર ખાતે કાર્ટિંગ કરવાની પેરવીમાં છે. જેના આધારે કડોદરા પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ૧,૮૨,૪૦૦નો દારૂ, મોબાઇલ નંગ-૨ કિંમત ૨૦ હજાર તથા ટેમ્પો, રિક્ષા તથા એક મોપેડ મળી કુલ ૬,૪૭,૪૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે નીલેશ પાટીલ (ઉં.વ.૩૯) (૨હે., સાંઇ સરોવર સોસાયટી, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે., મહારાષ્ટ્ર) તથા મદન હીરાલા ચૌહાણ (ઉં.વ.૨૩) (૨હે.., શ્રીવાસ્તુ સોસાયટી, કલ્યાણ રોડ, ભીવંડી, મહારાષ્ટ્ર, મૂળ રહે., બિહાર)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂ મોકલનાર તથા મંગાવનાર બબલી ગૌરવ (રહે., સરદાર માર્કેટ, રાજુનગર, સુરત) તથા મોપેડચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.