દેશમાં કુલ કોરોના વાઇરસ સંક્રમિતોના મામલાઓમાં 400 કેસોનો સંબંધ દિલ્હીની નિઝામુદ્દીન મરકઝના તબલીગી જમાત સાથે જોવા મળ્યો છે.
આરોગ્ય અને પરિવાર મંત્રાલયના જોઇન્ટ સૅક્રેટરી લવ કુમાર અગ્રવાલે મીડિયાને કહ્યું કે, અલગ અલગ રાજ્યોમાં સંપર્કોને ટ્રેસ કરવામાં આવ્યા છે અને અમને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસ સંબંધિત 400 કેસોનો સંબંધ તબલીગી જમાત સાથે છે.
એમણે કહ્યું છે કે, સૌથી વધારે તમિલનાડુમાં 173 કેસો છે. જ્યારે રાજસ્થાનમાં 11 કેસો, આંદામાન-નિકોબારમાં 9 કેસો, દિલ્હીમાં 47 કેસો, પુદ્દુચેરીમાં 2 કેસો, જમ્મુ-કાશ્મીરમાં 22 કેસો, તેલંગાણામાં 33 કેસો, આંધ્ર પ્રદેશમાં 67 કેસો અને 16 કેસો આસામમાં છે.
દિલ્હી સ્થિત નિઝામુદ્દીનની મરકઝના વડા મૌલાના સાદ અને અન્યો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.