વડાપ્રધાન મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યાં છે. વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા. દેશભરમાં પીએમ મોદીના સંબોધનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર પણ કયાસ લગાવવામાં આવી રહ્યાં હતાં કે હજી લોકડાઉન વધશે કે પછી છુટછાટ આપવામાં આવશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. જેમાં તેમણે મુખ્યમંત્રીઓને 15 મે સુધી જણાવવા કહ્યું હતું કે, તેઓ તેમના રાજ્યમાં કેવા પ્રકારનું લોકડાઉન ઈચ્છે છે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે 6 કલાકની ચર્ચા કરી હતી. 7 રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, હિમાચલ અને આસામમાં લોકડાઉન વધારવાની ભલામણ કરી હતી. જ્યારે ગુજરાતે માત્ર કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સુધી જ લોકડાઉન સીમિત રાખવાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.