Live: પીએમ મોદીએ નવા સંસદ ભવનનો કર્યો શિલાન્યાસ, 100 વર્ષ બાદ દેશને નવી સાંસદ મળશે

– સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે

– નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં બનવા જઈ રહેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરશે. નવું સંસદ ભવન ત્રિકોણ આકારનુ હશે અને કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ હશે.

આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન કાર્યાલયો અને નિવાસ સ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.

હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનુ પણ નિર્માણ થશે. વર્ષ 2022 સુધીમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ પૂર્ણ કરવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કન્સ્ટ્રક્શન. તોડફોડ કે ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ કે જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે, આ મુદ્દે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને ભરોસો આપ્યો હતો કે કન્સ્ટ્રક્શન કે તોડ-ફોડ કરવામાં આવશે નહિ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ભૂમિપૂજનની પરવાનગી આપી છે.

કેંદ્રએ કોર્ટમાં કહ્યું છે કે માત્ર શિલાન્યાસ કરીશું કોઇ નિર્માણ કામ નહીં કરીએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઇ તોડફોડ નહીં કરીએ કે વૃક્ષો નહીં કાપીએ. શરૂઆતમાં જ કોર્ટે કહી દીધુ હતું કે અમે આ કામના નિર્માણ પણ સ્ટે નથી આપી રહ્યા પણ માત્ર હાલ પુરતા કામ ન કરવા કહી રહ્યા છીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.