ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રિય રાજધાની દિલ્હીની 1734 ગેરકાયદેસર વસાહતોને નિયમિત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધન્યવાદ આપવા માટે રામલીલા મેદાનમાં એક રેલી આયોજિત કરી છે. પાર્ટીએ રવિવારનાં રામલીલા મેદાનમાં આયોજિત પાર્ટીની રેલીમાં 2 લાખ લોકો જોડાશે તેવો દાવો કર્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, “જીવનમાં જ્યારે અનિશ્ચિતતા નીકળી જાય છે, એક મોટી ચિંતા હટી જાય છે, તો તેનો પ્રભાવ શું હોય છે એ હું તમારા બધાનાં ચહેરા પર જોઇ રહ્યો છું. તમારા ઉમળકાને અનુભવી રહ્યો છઉં. મને સંતોષ છે કે દિલ્હીનાં 40 લાખ લોકોનાં જીવનમાં નવી સવાર લાવવાનો એક ઉત્તમ અવસર મને અને ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે.”
ધન્યવાદ રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનાં અભિયાનનું બ્યૂગલ ફૂંકશે. બીજેપી પદાધિકારીઓ પ્રમાણે કુલ 7 સાંસદો, 281 અધ્યક્ષો, નિગમ કૉર્પોરેટરો અને વૉર્ડનાં અધ્યક્ષોને સમર્થકોને બોલાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. દરેક મંડળથી ઓછામાં ઓછા 500 લોકોને રેલીમાં લાવવાનું કહેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.