વિદેશમાં ક્લાઉનનું નાટક જોઇને બાળકોને મનોરંજન મળી રહેતું હોય તો આપણા દેશમાં પણ કેમ નહીં તેવા વિચાર સાથે મુળ યુ.પી.નો યુવક શહેરના અલગ-અલગ ગાર્ડનમાં ક્લાઉન બનીને બાળકોને મનોરંજન પુરૂ પાડી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો મોહમદ આફતાબ શુક્રવારે શહેરના ચોપાટી ગાર્ડનમાં જોવા મળ્યો હતો. સોનેરી કપડા અને ચહેરા ઉપર પણ સોનેરી ચમકદાર કલર લગાડીને બગીચામાં બાળકોને મનોરંજન પુરૂ પાડે છે. ક્લાઉનને જોઇને એક ક્ષણે બાળકોને ડર લાગે છે. તેના પહેરવેશમાં સોનેરી કલરનો શૂટ-બુટ, રાઉન્ડ હેડ કેપ અને હાથમાં લાકડી પણ રાખે છે. સ્ટેચ્યુની જેમ આ મશ્કરો ગાર્ડનમાં કોઇપણ જગ્યાએ સ્થિર થઇને ઉભો રહે છે કે બેસે છે. બાળકો તેની નજીક જાય એટલે મશ્કરો હલન ચલન કરીને બાળકોને ડરાવે છે.અને આ નાટક બાળકોને ડરની સાથે સાથે રમજી પણ લાગે છે અને ક્લાઉન જે નાટકો કરે છે તે જોઇને બાળકોના ચહેરા ઉપર ખુશી પણ જોવા મળે છે.
મોહમદ આફતાબે જણાવ્યું હતું કે, તે મુળ ઉત્તર પ્રદેશનો વતની છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી રહીને ગાર્ડનમાં ક્લાઉનનું નાટક કરે છે અને આફતાબનું માનવું છે કે, વિદેશમાં મશ્કરાઓ બાળકોને હસાવીને મનોરંજન પુરૂ પાડવા સાથે આવક પણ મેળવે છે તેવી જ રીતે આપણા દેશમાં પણ બાળકોને ક્લાઉનનું મનોરંજન મળી રહેવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.