લીવર શરીરના બાકીના ભાગની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવે છે. તે ખોરાકને પચાવવામાં, બ્લડ સુગરને અંકુશમાં રાખવામાં અને શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. તે ઉપરાંત, શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંગ્રહ કરે છે અને પ્રોટીન બનાવે છે અને આવશ્યક પોષક તત્ત્વોને શોષી લે છે.
ચરબીયુક્ત લીવર, કમળો અથવા લીવરના સંકોચનની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીવરને સ્વસ્થ રાખવા માટે તમે તમારા દૈનિક આહારમાં કેટલીક ઔષધિઓનો સમાવેશ કરી શકો છો.
વિટામિન-સીની ઉણપને દૂર કરવા માટે આંબળાનું ખાસ સેવન કરવામાં આવે છે. તેમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ ગુણધર્મો, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા સાથે, લીવરમાં ચરબીના સંચયને અટકાવે છે.
લસણમાં વિટામિન, આયર્ન, ફાઇબર, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ વગેરે હોય છે. આયુર્વેદમાં તેને ઔષધીય સ્વરૂપ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, લસણની કળીઓ દરરોજ 1-2 લેવાથી લીવરની સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
તે લીવરને સ્વસ્થ રાખે છે અને શરીરની રગો પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, રોગોને રોકવા માટે, તમારા દૈનિક આહારમાં લસણનો સમાવેશ કરો.
ત્રિફલા આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે આયુર્વેદિક ઔષધિ છે, જે શરીરને રોગોથી બચાવે છે. તેના નામ વિશે વાત કરતા, ત્રિફલાનો અર્થ છે – ત્રણ વસ્તુઓથી બનેલો. આ કિસ્સામાં, તે મુખ્યત્વે હરિતકી, બિભીતકી અને આંબળામાંથી તૈયાર કરવામાં આવે છે. તેને ખાવાથી લીવર યોગ્ય રીતે કાર્ય કરે છે.
ખાસ કરીને ફેટી લીવરની સમસ્યા હોય તો, દિવસમાં બે વાર ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. આના પરિણામે લીવરમાં થતી બળતરામાં ઘટાડો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.