સતત વિવાદોમાં (DISPUTES) રહેતી અને હિન્દુ સંગઠનોના (HINDU ORGANIZATIONS) વિરોધના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર સક્રિય એવી ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર (SWARA BHASKAR) એ એવે લખ્યું છે કે , તેને હિન્દુ હોવા પર શરમ આવે છે. વાત એવી છે કે શુક્રવારે જુમ્માની નમાજ પડવા માટે ગુરુગ્રામમાં એક ખાનગી જગ્યા પર લોકો ભેગા થયા હતાં. તેઓ નમાજ પડવાના હતાં.
ત્યારે ત્યાં કેટલાક લોકો પહોંચી ગયા હતા.નમાજ પડનારા લોકો સામે તેમણે જયશ્રી રામનાં નારા લગાવ્યાં હતાં. કહેવાય છે તેમાંથી કેટલાક બજરંગદળના કાર્યકરો પણ હતા. ત્યારે ત્યાં રેપીડ એક્શન ફોર્સના જવાનો પણ હાજર હતા.આમ , લાગે છે કે આવી કોઈ ધટના થશે તેની જાણકારી પોલીસને પહેલાંથી જ હતી.
As a Hindu I’m ashamed! https://t.co/26OfIqTeHO
— Swara Bhasker (@ReallySwara) October 22, 2021
તે પહેલેથી જ કોઈ ઘર્ષણ ન થાય તે માટે પહેલાંથી જ આ ધટનાથી સ્વરા ભાસ્કર વ્યથિત થઈ ગઈ હતી. તેણે ટ્વિટર પર આ ધટનાનાં વિડીયો મૂકીને એવું લખ્યું છે કે તેને હિન્દુ હોવા પર શરમ આવે છે.
https://www.youtube.com/watch?v=jubNXtFBLj0
સ્વરા હંમેશા આવા મુદ્દાઓને લઈને પોતાનાં મત વ્યકત કરતી હોય છે. સીએની એનઆરસીના આંદોલન વખતે પણ તે ખાસી સક્રિય હતી. તે સતત હિન્દુ સંગઠનોને નિશાન પર લે છે. અને હિન્દુ સંગઠનોનાં નિશાના પર પણ તે સતત હોય છે. તે ભાજપ અને નરેન્દ્ર મોદી સામે સતત નિવેદનો આપતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.