આર્જેન્ટીનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીએ મંગળવારે બાર્સિલોના ફૂટબોલ ક્લબ વતી 644મો ગોલ કરીને કોઇ એક ક્લબ વતી સર્વાધિક ગોલ કરવાના દિગ્ગજ ફૂટબોલર પેલેના વર્લ્ડ રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
કોઇ એક ક્લબ વતી સર્વાધિક ગોલ કરવાની સિદ્ધિ અંકે કર્યા પછી મેસીએ ઇન્સ્ટાગ્રામ પર તેની ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે મેં જ્યારે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે કદી વિચાર્યુ નહોતું કે હું આજે તોડેલા પેલેના રેકોર્ડ સહિતના કોઇ રેકોર્ડ તોડી શકીશ.
. પેલેએ 15 વર્ષની વયે સાંતોસ માટે રમવાનું શરૂ કર્યું હતુ અને 1956થી 1974 સુધી 656 મેચમાં 643 ગોલ કર્યા હતા. મેસીએ મંગળવારે રમાયેલી મેચમાં 2 ગોલ કર્યા હતા અને તેની સાથે જ તેણે પેલેનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. મેસી અને પેલે પછી કોઇ એક ક્લબ વતી સર્વાધિક ગોલ કરવા મામલે 570 ગોલ સાથે મુલર ત્રીજા ક્રમે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.