– પરીક્ષા પણ લંબાઇ જવાની શક્યતા
તામિલનાડુની રાજ્ય સરકાર સ્કૂલોમાં ભણાવાતા સિલેબસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો નિર્ણય કરી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. આના પગલે પરીક્ષાઓન સમય પત્રકને પણ અસર થવાની શક્યતા હતી.
SSC અને HSE ના અભ્યાસક્રમને ઘટાડવા રાજ્ય સરકારે 18 શિક્ષણવિદોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિ હાલ રાજ્ય સરકારના નિર્ણય વિશે વિચારણા કરી રહી હતી. આ સમિતિ ગ્રીનસિગ્નલ આપે એટલે નિર્ણયનો અમલ થશે.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ અભ્યાસક્રમમાં ચાલીસથી પચાસ ટકા ઘટાડો કરાશે. આ નિર્ણયની ઔપચારિક જાહેરાત પાંચમી ડિસેંબર સુધીમાં થવાની ધારણા છે. 2021માં થનારી વાર્ષિક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો હોવાનો દાવો રાજ્યના શિક્ષણ પ્રધાને કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાના ચેપને કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ હતી. એ સંજોગોમાં આખા વર્ષના અભ્યાસક્રમને પૂરો કરવાનું શક્ય રહ્યું નહોતું.
વિદ્યાર્થીઓની આગલાં વરસોની પ્રગતિને આધારે પચાસ ટકા અભ્યાસક્રમના પરિણામને સરખાવીને આગળ વધવાની યોજના હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.