પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ તથા પો.સબ. ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર,એલ.સી.બી.નાં પો. હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા રહે.મોતીતળાવ, કુંભારવાડા,:ભાવનગર તથા ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી રહે.ભીલવાડા સર્કલ, ભાવનગરવાળા આશીફખાન રશીદખાન પઠાણ રહે.શેરી નંબર-૨,એકતાનગર, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર વાળા નાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. ’’ જે માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ આજરોજ રાત્રીનાં રેઇડ કરતાં ગંજીપત્તાનાં પાનાં-પૈસા વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં આરોપીઓ-૧૦ ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૭૬,૪૦૦/-,મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૨૬,૦૦૦/- તથા રેશન કાર્ડની ઝેરોક્ષ-૧ કિ.રૂ.૦૦/-મળી કુલ રૂ.૧,૦૨,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.
જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. પકડાયેલ આરોપીઓઃ- 1. મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઇ ભાડુલા ઉ.વ.૩૨ રહે.કપુરીયા હનુમાનવાળો ખાંચો,ભીલવાડા સર્કલ, ભાવનગર 2. ઇરફાન ઉર્ફે ભાણો યુનુસભાઇ તરકવાડિયા ઉ.વ.૩૨ રહે.કામળફળી ચોક, ભીલવાડા સર્કલ, ભાવનગર 3. મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી ઉ.વ.૩૦ રહે.રબ્બાની મસ્જીદવાળો ખાંચો,ભીલવાડા સર્કલ, ભાવનગર 4. જોજબ રહીમભાઇ મોગલ ઉ.વ.૩૪ રહે.મેલડીમાં વાળો ખાંચો, ભીલવાડા સર્કલ, ભાવનગર 5. ઇર્શાદ ઇસુબભાઇ બેલીમ ઉ.વ.૨૨ રહે.શેરી નંબર-૭,બોરડી પાસે,એકતાનગર,મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગર 6. સોહિલ સલીમભાઇ તરકવાડિયા ઉ.વ.૨૮ રહે.ફાઇવ સ્ટાર ચીકનવાળો ખાંચો, ભીલવાડા સર્કલ, ભાવનગર 7. ટીપુ સુલ્તાન ઉર્ફે રજાક ઇશાકભાઇ તરકવાડિયા ઉ.વ.૨૫ રહે.કામળફળી ચોક, ભીલવાડા સર્કલ, ભાવનગર 8. આરીફભાઇ મહંમદભાઇ ભાડુલા ઉ.વ.૨૫ રહે.કામળફળી ચોક, ભીલવાડા સર્કલ, ભાવનગર 9. નીતિનભાઇ પીતાંબરભાઇ મકવાણા ઉ.વ.૩૮ રહે.મોક્ષ મંદિર સામે,બેન્ચાવાળા ખાંચામાં, કુંભારવાડા, ભાવનગર 10. કિરીટસિંહ અખુભા વાળા ઉ.વ.૪૨ રહે.પ્લોટ નંબર-૧૦૦૧, ઓશીયન પાર્ક,શેરી નંબર-૧, કાળીયાબીડ, ભાવનગર 11. ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા રહે.મોતીતળાવ, કુંભારવાડા, ભાવનગર (પકડવાનાં બાકી) 12. ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી રહે.ભીલવાડા સર્કલ, ભાવનગર (પકડવાનાં બાકી) 13. આશીફખાન રશીદખાન પઠાણ રહે.શેરી નંબર-૨,એકતાનગર, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગર (પકડવાનાં બાકી) કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વનરાજભાઇ ખુમાણ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.