મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)ના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, મુંબઇમાં 1 જૂન સુધી વાયરસથી થનારા સંક્રમણની ગતિ મંદ પડી શકે છે. જોકે તે માટે શરત એવી છે કે, આ દરમિયાન કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ સામે ન આવવો જોઈએ. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, લોકલ ટ્રેનના કારણે મુંબઈમાં કોરોના ઝડપથી ફેલાયો.
વેક્સીનેશનના ચરણોનું વિશ્લેષણ કરતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો આ પ્રક્રિયા સૂચરું ઢંગથી યથાવત રહી એટલે કે એક મહિનામાં 15-20 લાખ લોકોનું વેક્સીનેશન થયું તો મૃતકોનો આંકડો 1 જૂનના રોજ જાન્યુઆરી, ફેબ્રુઆરીના સ્તર પર પહોંચી જશે. જો કોઈ નવો વેરિયન્ટ સામે ન આવ્યો તો 1 જુલાઈથી શહેરમાં શાળાઓ ફરી ખોલવામાં આવી શકે છે.
સાથે જ મોતોનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, લોકલ ટ્રેન સેવાઓએ આ વેરિયન્ટને ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફેબ્રુઆરીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય મોટા જિલ્લામાં નવો વેરિયન્ટ સક્રિય હતો.
જેમ-જેમ રોડ અને ટ્રેનોમાં પબ્લિક વધતી ગઈ, તેને ઝડપથી ફેલાવાનું અનુકૂળ વાતાવરણ મળી ગયું. માત્ર એપ્રિલ મહિનામાં 2.3 લાખ લોકો સંક્રમિત થયા અને આ દરમિયાન 1,479 દર્દીઓના મોત પણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.