સરથાણા વિસ્તારમાં ટીપી સ્કીમ નં.22, ફાયનલ પ્લોટ નં. 74માં પોલીસ મથક બનાવવા નિર્ણય લેવાયો છે. આ જગ્યા ચાર સોસાયટીની મધ્યમાં આવી છે. આ સ્થળ ઉપર સ્થાનિક રહીશો અને આસપાસની લગભગ ૩૦ સોસાયટીના નાગરીકો લાંબા સમયથી શાંતિકુંજ બનાવવા માટે માંગણી કરી રહ્યાં છે. અને તેમાં સ્થાનિક લોકોની માંગણી અવગણી તંત્રના અધિકારીઓએ પોલીસ મથક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.
જેને કારણે સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશની લાગણી છવાઇ છે. ચાર સોસાયટીની મધ્યમાં પોલીસ મથક બનાવવામાં આવે તો સ્થાનિકોની પરેશાની ઘટવાને બદલે વધી જશે તેવી દહેશત લોકોમાં છવાઇ છે.અને આ સમગ્ર બાબતે સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્ય સહિતના શાસકોને લેખિત ફરિયાદ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જે હજી પેન્ડિંગ છે. તેમ છતાં પોલીસ મથક બનાવી દેવાની હિલચાલથી રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિકોનો આ રોષ જાહેર રસ્તા ઉપર દેખાયો હતો.અને આ વિસ્તારમાં આવેલી નિલંકઠ હાઇટ્સ નજીક લોકોએ સ્થળ ઉપર મંડપ બનાવી ધરણાં શરૂ કર્યા છે. આ જોતા આગામી દિવસોમાં વિવાદ વધુ ઘેરો બનવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.