લોકડાઉન વચ્ચે પણ પાશવી રેપના બનાવો અટકતા નથી, મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર કરી આંખો ફોડી નાખી

– લોકડાઉન વચ્ચે પણ પાશવી રેપના બનાવો અટકતા નથી

– ફળિયામાં રમતી બાળકીને સાંજે ઉઠાવી જઈને નરાધમે આખી રાત દુષ્કૃત્ય કર્યું, સવારે ગંભીર હાલતમાં બાળકી મળી આવી

લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ પાશવી રેપના બનાવો અટકતા નથી. મધ્યપ્રદેશમાં છ વર્ષની બાળકી ઉપર જઘન્ય રેપ થયો હતો. બળાત્કારીએ બાળકીની આંખો ફોડી નાખી હતી. બાળકીની સ્થિતિ અતિશય ગંભીર છે.

મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં પાશવી બળાત્કારની ઘટના બની હતી. છ વર્ષની બાળકી તેના નાનકડા દોસ્તો સાથે ફળિયામાં રમતી હતી ત્યારે અજાણ્યા નરાધમે તેને ત્યાંથી ઉઠાવી લીધી હતી અને બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું. આખી રાત બાળકી લાપતા હતી. વહેલી સવારે નજીકના સ્થળેથી ગંભીર હાલતમાં બાળકી મળી આવી હતી.

નરાધને બાળકીની આંખો ફોડી નાખી હતી અને તેને તરફડતી મૂકીને નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવાની કવાયત શરૂ કરી હતી. શંકાસ્પદોની પૂછપરછ પણ કરી હતી. પોલીસ બાળકીને જબલપુરમાં સારવાર માટે લઈ ગઈ હતી.

કોરોનાની મહામારી સામે દેશમાં લડત ચાલી રહી છે ત્યારે બનેલી આ બર્બર ઘટના પછી પોલીસે આરોપીની ભાળ આપનારને ૧૦ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને આરોપીને ઝડપી લેવાશે એવી ધરપત બંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.