ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી સસ્પેન્ડ કરી દેવાયેલી રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માનો મુદ્દો શાંત થવાનું નામ લઈ રહ્યો નથી અને એક તરફ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ તેની ટિપ્પણીને લઈને મુસ્લિમ સમાજ ગુસ્સામાં છે, તો બીજી તરફ જુમ્માની નમાજ બાદ થયેલા હિંસક પ્રદર્શન બાદ ઉપદ્રવિયો પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ પંપના ઘર પર થયેલી બુલડોઝર કાર્યવાહી પર ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાનો સાધ્યો છે.
કચ્છમાં રેલી દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, કોર્ટમાં તાળાં લગાવી દેવામાં આવે, જ્યારે મુખ્યમંત્રી નક્કી કરશે કે ગુનેગાર કોણ છે તો કોર્ટની શું જરૂરિયાત છે? તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમે ભારતના રૉલ ઓફ લૉ પર બુલડોઝર ચલાવી દીધુ છે. અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, અજય ટેની મિશ્રાને કશું જ ન કરવામાં આવ્યું. અજયનું ઘર છે તો તોડવામાં નહીં આવે અને જો ફાતિમાનું ઘર છે તો તોડવામાં આવશે.
તેમણે કહ્યું કે, જણાવો દેશના વડાપ્રધાન, આ નફરત નહીં તો શું છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના ચીફ જસ્ટિસ બની ચૂક્યા છે. તેનો નિર્ણય લેશે કે કોનું ઘર તોડવાનું છે. તમે એક સમુદાયના ઘરો પર બુલડોઝર ચલાવીને દેશના સંવિધાનને નબળું કરી રહ્યા છો. કોર્ટને તાળું લગાવી દો. જજોને કહી દો કે કોર્ટ ન જાય. જુમ્માની નમાજ બાદ હિંસા ફેલાવવાના આરોપી મોહમ્મદ જાવેદ ઉર્ફ જાવેદ પંપનું ઘર PDAએ રવિવારે ધ્વસ્ત કરી દીધું અને PDAની કાર્યવાહીમાં જાવેદ પંપનું આલીશાન ઘર જોતજોતમાં ખંડેર બની ગયું.
આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરવામાં આવ્યું. સવારથી જ ફોર્સ ભેગી થવાની શરૂઆત થઈ ગઈ હતી, ભારે ફોર્સના કારણે મોહલ્લાના લોકો વિરોધ કરવાની હિંમત ન કરી શક્યા. અધિકારીઓનું કહેવું માનીએ તો ઘર તોડી પાડવા માટે 3 ડઝનથી વધારે લોકોના મકાન ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે અને જાવેદના ઘરથી ઘણી કારતૂસ અને અન્ય હથિયારો પણ મળી આવ્યા છે. 12 બોરની બંદૂક અને કેટલાક અન્ય હથિયારો મળી આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.