લોકડાઉનમા એપ્રિલમાં દેશના 21 રાજ્યોને 97,100 કરોડનું નુકશાન, ગુજરાતને સૌથી વધુ

– ગુજરાત રાજ્યને સૌથી વધારે આર્થિક નુકશાન થયું

 

લોકડાઉનના કારણે કારોબારીઓ સાથે સરકારને મોટા આર્થિક નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્રિલમાં 21 મોટા રાજ્યોને સંયુક્તપણે 97,100 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ઇન્ડિયા રેટિંગ્સની બુધવારની રિપોર્ટ અનુસાર, ઉડ્ડયન, પર્યટન, હોટલ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં ઉત્પાદન, સપ્લાય ચેન, કારોબાર અને અન્ય પ્રવૃતિઓ ઠપ છે. આ કારણે કેન્દ્ર અને રાજ્ય બંને રોકડ માટે સંઘર્ષ કરી રહ્યા છે. જો કે, રાજ્યોની સમસ્યાઓ વધારે છે કારણ કે તેમને કોવિડ-19 મહામારી સાથે તેના ખર્ચથી પણ લડવું પડી રહ્યુ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોને એપ્રિલમાં જીએસટીથી 26,962 કરોડ, વેટથી 17,895 કરોડ, એક્સાઇઝ ડ્યૂટીથી 13,785 કરોડ, સ્ટેમ્પ તેમજ રજિસ્ટ્રેશન ડ્યૂટીથી 11,397 કરોડ, વાહન ટેક્ષથી 6,055 કરોડ, વીજળી પર ટેક્ષ તેમજ ડ્યૂટીથી 3,464 કરોડ અને નોન ટેક્ષ રેવન્યૂથી 17,595 કરોડની કમાણી થવાની હતી જે નથી થઇ. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી સપ્તાહે લોકડાઉન ખતમ થવા પર પણ બીજા ક્વાર્ટર સુધીમાં આર્થિક પ્રવૃતિઓ સામાન્ય નહીં થાય.

લોકડાઉનથી તે રાજ્ય સૌથી વધારે પ્રભાવિત થઇ રહ્યા છે, જેમની કુલ આવકમાં પોતાના સ્ત્રોતમાંથી થતી કમાણીની ભાગીદારી વધારે હોય છે. ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણાની 65-76 ટકા કમાણી તેમના પોતાના સ્ત્રોતથી થાય છે. 76 ટકા સાથે ગુજરાત ટોચ પર છે, એટલા માટે તેને સૌથી વધારે નુકશાન થશે. તેલંગાણાની 75.6 ટકા, હરિયાણાની 74.7 ટકા, કર્ણાટકની 71.4 ટકા, તમિલનાડુની 70.4 ટકા, મહારાષ્ટ્રની 69.8 ટકા, કેરળની 669.6 ટકા અને ગોવાની 66.9 ટકા કમાણી પોતાના સ્ત્રોતમાંથી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.