લોકડાઉનની અસર, દેશના સૌથી ધનાઢ્ય મંદિરે 1300 કર્મચારીઓે છુટા કરી દીધા

લોકડાઉનના કારણે દેશના સૌથી ધનિક મંદિર પર પણ અસર પડી છે.

અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આંધપ્રદેશમાં આવેલા ખ્યાતનામ તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા 1300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીમુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલ ખતમ થઈ ગયો હતો અને મંદિર પ્રશાસકને 1 મેથી કોન્ટ્રાક્ટ રીન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો છે.

મંદિરના વ્યવસ્થાપક મંડળનુ કહેવુ છે કે, લોકડાઉનના કારણે કામ બંધ છે એટલે કર્મચારીઓે કામ પર આવવાની ના પાડવામાં આવી છે. તેમનો કોન્ટ્રાક્ટ આગળ વધારવામાં આવ્યો નથી.આ કર્મચારીઓ મંદિર તરફથી ચલાવવામાં આવતા ત્રણ ગેસ્ટ હાઉસમાં કામ કરતા હતા. મોટાભાગના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે.

મંદિરનુ કહેવુ છે કે, લોકડાઉનના કારણે ગેસ્ટ હાઉસ બંધ છે ત્યારે કર્મચારીઓ માટે પણ કોઈ કામ નથી. નિયમિત કર્મચારીઓને પણ હાલમાં કોઈ ફરજ સોંપવામાં આવી રહી નથી. તિરુપતિ બાલાજી મંદિર 20 માર્ચથી બંધ છે.

તિરુપતિ બાલાજી મંદિરનુ વાર્ષિક બજેટ 3000 કરોડ રુપિયાની આસપાસ રહેતુ હોય છે. જોકે કર્મચારીઓને નોકરી પરથી કાઢવા સામે સવાલ પણ ઉભા થયા છે. ઘણાનુ કહેવુ છે કે, દેશનુ સૌથી ધનાઢ્ય મંદિરનુ તંત્ર કર્મચારીઓે એક મહિનો પગાર તો આપી શક્યુ હોોત

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.