લોકડાઉનની અસરઃ જૂન મહીનાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થશે પાંચ રૂપિયા સુધીનો વધારો

સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી માટે કંપનીઓને પ્રતિ લીટર નફો 12-18 રૂપિયાથી ઘટીને 4-5 રૂપિયા થઈ ગયો હતો

 

લોકડાઉન દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ જૂન મહીના દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. તે સિવાય કંપનીઓ આગામી મહીનાથી ભાવોમાં રોજિંદા ફેરફારની વ્યવસ્થાને ફરીથી શરૂ કરવાની તૈયારીમાં પણ છે.

ઓઈલ કંપનીઓના કહેવા પ્રમાણે લોકડાઉનમાં ઓછા વેચાણની સાથે સરકારે ટેક્સ પણ વધારી દીધો જેથી કિંમત અને વેચાણમાં ખૂબ તફાવત સર્જાયો છે.

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની (ઓએમસી)ના સત્તાવાર સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ગત સપ્તાહે તમામ છૂટક ઓઈલ ડીલર્સે બેઠક યોજીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકડાઉન બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રોજિંદા ફેરફારની વ્યવસ્થા શરૂ કરવા રોડમેપ બનાવ્યો હતો.

જો લોકડાઉન પાંચમી વખત પણ વધારવામાં આવશે તો સરકારની મંજૂરી લઈને પણ આ વ્યવસ્થાને લાગુ કરવામાં આવશે. છેલ્લા બે મહીના દરમિયાન વેચાણમાં ભારે મોટા ઘટાડાના કારણે કંપનીઓને ભારે નુકસાન થયું છે.

સરકારી તેલ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, ગત મહીનાની સરખામણીએ બ્રેન્ટ ક્રૂડની કિંમત 50 ટકા વધીને 30 ડોલર પ્રતિ બેરલથી ઉંચી આવી ગઈ છે. જો આ સ્થિતિ જળવાઈ રહે તો જૂન મહીનાથી પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમતો પર નુકસાન શરૂ થઈ જશે માટે કિંમતમાં દરરોજ 40-50 પૈસાનો વધારો કરવો પડશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.