લોકડાઉન બાદ ખોલવામાં આવેલા તિરુપતિ મંદીરમાં કોરોના વિસ્ફોટ, અધધધ કર્મચારી કોરોના સંક્રમિત

“કોરોના-લૉકડાઉનના પગલે અઢી મહિના સુધી બંધ રહેલા TTD સંચાલિત ભગવાન વેંકટેશ્વર મંદિરને 11 જૂને ફરીથી ખોલી દેવામાં આવ્યું હતું. દેશની અલગ-અલગ ભાગોમાંથી લગભગ 2.38 લાખ શ્રદ્ધાળુઓએ જુલાઈ મહિનામાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. TTDએ પોતાની તિજોરી ભરવા માટે મંદિરને સામાન્યજન માટે ફરીથી ખોલવામાં આવ્યું હોવાની વાતને રદિયો આપ્યો હતો.

શરૂઆતમાં તમામ લોકોએ TTDના પગલાની પ્રશંસા કરી, પરંતુ જેવું તિરુપતિમાં કેસો વધવા લાગ્યા તેવા સોશિયલ મીડિયા પર અમારા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. કેટલાક લોકોએ એ પણ કહ્યું કે, અમે માત્ર રૂપિયા કમાવવા માટે ફરીથી દર્શન શરૂ કરાવ્યા છે.

અમને તીર્થયાત્રીઓ તરફથી જ પણ પૈસા મળી રહ્યાં છે, તેનો ઉપયોગ અમે કોરોના સામે જંગ જીતવાના ઉપાયોની સુવિધાઓ પાછળ ખર્ચ કરી રહ્યાં છે. જ્યાં સુધી મંદિર ખોલવાની વાત છે, તો તે શ્રદ્ધાળુઓના આગ્રહ બાદ જ ફરીથી ખોલવામાં આવ્યું હતું.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.